Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય ગુજરાત જીવનશૈલી પર્યાવરણ બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

શું ભારત છે ભુકંપના જોખમ માં ?

શું ભારત છે ભુકંપના જોખમ માં ?

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા. તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.

Advertisement

એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ 5 સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.

Advertisement

એક મિડીયા હાઉસ  સાથે વાત કરતા,  હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, “પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે.”

Advertisement

ઉત્તરાખંડ કે જ્યાં ભુકંપ ની શક્યતાઓ વધારે છે જ્યાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશન છે

” જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક છે. આ પ્રદેશને હિમાચલ અને નેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.” એનજીઆરઆઈના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.

Advertisement

ધર્મશાળા અને આંધ્રપ્રદેશમાં ભૂકંપ આવી રહ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે સોમવારે રાત્રે 10.38 વાગ્યે, ધર્મશાલા-હિમાચલ પ્રદેશ થી 56 કિમી ઉત્તરમાં 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સાથે 19 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના NTR  જિલ્લાના નંદીગામા શહેરમાં પણ ભૂકંપ આવ્યો હતો. અહીં પણ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

Advertisement

ઉલ્લેખનીય  છે કે આ અગાઉ 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીયેમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીયેમાં ગાઝિયાંટેપ હતું.

તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.

Advertisement

ગુજરાતના લોકોને  આ સવાલ વારંવાર ડરાવી રહ્યો છે કે શું 2001 જેવો ભૂકંપ ફરી આવી રહ્યો છે?

કારણ કે, દર મહિને કચ્છની ધરતી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠે છે. લોકોને 2001ની યાદ આવી જાય છે.

Advertisement

કારણ કે, 2001માં આવેલા ભૂકંપે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લીધો હતો. હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા..  કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે.

Advertisement

આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે.

આ સાથે જ બીજી એક મહત્વની વાત કે મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.

Advertisement

જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજસુધી યથાવત્ રહેતા

આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. ગુજરાતના લોકોએ ડરવાની નહીં પરંતુ સાવધાન રહેવાની જરૂર છે.

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ અંતગર્ત વડાપ્રધાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ રીતે આઝાદીનો ઉત્સવ ઉજવણી વિવિધ જગ્યાઓ ઉપર થઈ રહીછે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા

Shanti Shram

IMD એ ભારે વરસાદની ચેતવણી જારી કરી: બિહારના 15 જિલ્લાઓમાં પૂર, 11 નદીઓ તૂટી

shantishramteam

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બે દિવસ દિલ્હી દરબારમાં, રાષ્ટ્રપતિના શપથ વિધીમાં પણ લેશે ભાગ

Shanti Shram

ટાટા ગ્રુપ ઓફ કંપની તૈયાર છે દેશની કોરોના સામેની લડતમાં જોડાવા !!

shantishramteam

દિલ્હી ની સુકાન હવે નવો કેપ્ટન સંભાળશે…

shantishramteam

પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે મહત્વની મીટીંગ

Shanti Shram