Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

દિક્ષા નગરી સુરત માં સીટી બસની ટક્કર થી જૈન સાધ્વીજી ભગવંત નો કાળધર્મ પાલખી યોજાઇ

દિક્ષા નગરી સુરત માં કાળો કહેર સીટી બસની ટક્કર થી સાધ્વીજી ભગવંત નો કાળધર્મ

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ડાયમંડ નગરી સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે.

Advertisement

સીટી બસના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે.

Advertisement

આજે ફરી સીટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધા છે. સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે.

પ.પૂ.આગમોધ્વારક સાગરજી સમુદાય ના
પ.પૂ.સાધ્વીજી શ્રી પદ્મયશા શ્રીજી મ.સા નાં કાળધર્મ નાં સમાચાર મળતાં ગોપીપુરા થી પ.પૂ.પ્રશાંતગુણા શ્રીજી મ.સા નાં વયોવૃદ્ધ શિષ્યા અને જેમને ૧૦૦ ઓળી ઉપરાંત ૩૫ ઓળી ચાલુ હતી એવા

Advertisement

પુજ્ય  સાધ્વીજી શ્રી રત્નપૂર્ણા શ્રીજી મ.સા એમના અંતિમ દર્શન માટે અડાજણ જતા હતા

Advertisement

ત્યાં રસ્તામાં બસ નીચે આવી ગયા અને ત્યાંજ કાળધર્મ પામ્યા છે…

મકાઈપુલ ખાતે સીટી બસે જૈન સાધ્વીનો ભોગ લીધો છે.

Advertisement

અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

આ અંગે જૈન સમાજના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં જૈન શ્રાવકો લીમડા ઉપાશ્રય ખાતે એકત્ર થયા હતા.

Advertisement

બપોરે ત્રણ વાગ્યાના સુમારે ઉછામણી રાખવામાં આવી હતી. તેમજ સાંજે પાંચ વાગ્યાના સુમારે મ.સાની પાલખી નીકળી હતી.

Advertisement

જૈન સમાજના અગ્રણી અજીતભાઇ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પુજ્ય સાધ્વી શ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ સાહેબે  133 વર્ધમાન તપની ઓલી અને અન્ય તપશ્ચર્યા કરી હતી.

તેઓ સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને સુરજમંદ પાશ્વનાથ દેરાસર ગોપીપુરા ખાતે દર્શન કર્યા પછી જ પાણી પીતા હતા.

Advertisement

આ ઘટનાને પગલે જૈન સમાજમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

 

Advertisement

संबंधित पोस्ट

આ વર્ષે ધો.1 થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે કે કેમ ? જાણો, શું કહ્યું શિક્ષણમંત્રીએ…

shantishramteam

શ્રી નિકોલ જૈન સંઘ દિવ્યજીવનના આંગણે નૂતનવર્ષે દ્વાર ઉદ્ધાટન યોજાયું

Shanti Shram

નાગરિકોના હિતમાં સરકારનો નિર્ણય: વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ માટે E-FIR સેવા થશે ઉપલબ્ધ

Shanti Shram

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા માટે MS યુનિવર્સિટીના પ્રોજેક્ટને નોલેજ પાર્ટનર તરીકે પસંદ કરાયું

Shanti Shram

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

સ્પિનર અશ્વિન ને પસંદ નહોતી કરતી એ જ યુવતી સાથે થયા એમના લગ્ન

shantishramteam