Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

વધુ 33 સહિત કુલ 54 તબીબી શિક્ષકોની અન્ય કોલેજોમાં બદલી

એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે મેલેરિયા તથા વાયરલ બિમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે તેમ છતા ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોની બદલીના હૂકમોનો સિલસિલો અટકતો નથી. દર્દીના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વધુમાં વધુ મેડિકલ કોલેજો શરૃ કરવાની મહત્વકાંક્ષાને પગલે ગાંધીનગર કોલેજના અગાઉ ૨૧ જ્યારે હવે વધુ ૩૩ તબીબી શિક્ષકોની બદલીના હૂકમો આવ્યા છે જેમને રાજપીપળા, મોરબી તથા નવસારીમાં ખસેડવામાં આવ્યા છે.ડોક્ટરો વગર મેડિકલ કોલેજો શરૃ કરવાનો રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી અને જોખમી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા નવી અને જુની કોલેજોમાં ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને ગાંધીનગર-સોલા સહિત અન્ય કોલેજોમાંથી ડોક્ટરોને જ્યાં ઇન્સ્પેક્શન આવવાનું છે તે પોરબંદર, ગોધરા ઉપરાંત રાજપીપળા, મોરબી તથા નવસારી ખાતે ખસેડવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજના ૨૧ જેટલા તબીબી શિક્ષકોને પોરબંદર તથા ગોદરા માટે ઓર્ડર કરવામાં આવ્યા હતા જ્યારે ગઇકાલે વધુ ૩૩ તબીબી શક્ષકોના રાજપીપળા, મોરબી તથા નવસારી ખાતે બદલવામાં આવ્યા છે જેના કારણે ગાંધીનગર મેડિકલ કોલેજના કુલ ૫૪ ડોક્ટરોનું મોરલ ડાઉન થયું જ છે સાથે સાથે ગાંધીનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના ભાવિ સાથે પણ સોસાયટી દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ ઉડીને આંખે વળગી રહી છે ઓપીડીમાં ભીડ જોવા મળી રહી છે તો વોર્ડમાં પણ દર્દીઓને ડોક્ટરો તપાસવા નહીં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દર્દીના સ્વાસ્થ્યના ભોગે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરીને ડોક્ટરોની બદલી કરવાની આ બદલીઓ રદ કરીને નવી ભરતી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે નહીં તો આ ડોક્ટરો પણ સોસાયટી તથા સરકારનો હોથ છોડીને જતા રહેશે.જે કોલેજોમાં મેડિકલ કાઉન્સીલનું ઇન્સ્પેક્શન આવવાનું છે ત્યાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી હસ્તકની અન્ય મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોની બદલી કરવાનો દૌર ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર મેડિકલ કોલેજમાંથી અગાઉ ૨૧ જ્યારે બીજા દોરમાં ૩૩ મળીને કુલ ૫૪ તબીબી શિક્ષકોની બદલી કરવાના હૂકમો કરવામાં આવ્યા છે જેના કારણે સિવિલમાં તો દર્દીની ઘટ ઉડીને આંખે વળગી જ રહી છે પરંતુ જે વિદ્યાર્થીઓ લાખ્ખો રૃપિયા ફી ચૂકવીને મેડિકલમાં ભણવા માટે આવ્યા છે તેમના ભાવિ પણ અંધકારમય જોવા મળી રહ્યા છે. તબીબી શિક્ષકોની બદલીને કારણે અહીં જે તબીબો ભણાવતા હોય તેમને તબક્કાવાર પોરબંદર, ગોધરા ઉપરાંત રાજપીપળા, મોરબી તથા નવસારી મુકવામાં આવ્યા છે. જેથી અહીં તેમના લેક્ચર અન્ય શિક્ષકોને લેવા પડશે અહીં પણ કામગીરીનું ભારણ વધી જવાને કારણે સીધી અસર આ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડશે તે વાત નક્કી છે જેને પગલે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ લાલઘૂમ થયા છે.

संबंधित पोस्ट

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા નજીવા દરે ચોપડાનું વિતરણ કરાશે

Shanti Shram

વેબસાઇપ પર સુવિધા: ધો.12 સાયન્સના ગુણચકાસણીના રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર મુકાયા 10 જુલાઇ સુધી વેબસાઇપ પર સુવિધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

Shanti Shram

પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો

Shanti Shram

આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત કેન્દ્રીય શિક્ષણ મંત્રી

Shanti Shram

અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીશ્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો એક અદના જન સેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં ગોઠડી માંડી

Shanti Shram

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળવાટિકામાં ‘પા પા પગલી’ પ્રોજેક્ટ શરૂ કરાયો

Shanti Shram