



હાલ હિન્દુઓનો પવિત્ર તહેવાર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તહેવારો સમયે જુનાગઢ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગેની મળતી વિગતો મુજબ શ્રાવણ માસમાં તહેવારને ધ્યાને લઇ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને મટન માર્કેટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે જે દિવસોની વાત કરીએ તો 1 ઓગસ્ટ 8 11 15 19 22 અને 27 ઓગસ્ટના રોજ આ માર્કેટ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે જેમાં ફીસ માર્કેટ નોનવેજ ની લારીઓ અને ઈંડાની લારીઓનો પણ સમાવેશ થાય છે આ હુકમ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કલમ 466 એક ડી હેઠળ કરવામાં આવ્યો છે આમ જુનાગઢમાં હિન્દુઓના પવિત્ર તહેવાર શ્રાવણ માસને લઈ જૂનાગઢ મનપાયે મટન માર્કેટ ઈંડાની લારીઓ ફીસ માર્કેટ સહિતના તમામ નોનવેજના વેપાર ધંધાને બંધ રાખવાનો આદેશ કર્યો છે પરંતુ આ આદેશનું કેટલો પાલન થાય છે તે અંગે ખાસ તપાસ કરવાની પણ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો એ માંગ કરી છે