Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

જીટીયુના કુલપતિ અને જીટીયુ જીએસપીના અધ્યાપક ડો. કશ્યપ ઠુંમરની ભારત સરકાર દ્વારા ૨૦ વર્ષ માટે પેટન્ટ મંજુર કરવામાં આવી

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય તે દરેકની મૂળભૂત ફરજ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ વ્યવહારિક જીવનમાં પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના રિસર્ચ અને ઇનોવેશન કરવામાં આવે છે. ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતા પ્લાસ્ટિક અંગે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક અને સમયાંતરે પ્રોડક્ટમાં આ પ્લાસ્ટિક ભળી જવા અંગેના સંશોધનની પેટન્ટ ભારત સરકાર દ્વારા ૨૦ વર્ષ માટે મંજુર કરવામાં આવી. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ફાર્મા પ્રોડક્ટસ અને રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો જરૂર કરતા વધારે ઉપયોગ ટાળવો જોઈએ, જેથી પ્લાસ્ટિક દ્વારા થતી આડ અસરોને ટાળી શકાય. જીટીયુના કુલસચિવ ડો કે. એન. ખેર અને જીએસપી ડાયરેક્ટર ડો સંજય ચૌહાણે અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતાં.

આ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેક્નિક (HPTLC) દ્વારા શોધવામાં આવ્યું છે. ગ્લોબલ રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો પ્લાસ્ટિક દ્વારા વિવિધ આડ અસરો જોવા મળે છે. જેમ કે હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે. ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દવાનું પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો, એ પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટસમાં સમયાંતરે ભળી જાય છે. જેથી આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આ સંશોધન દ્વારા સરળ, ઝડપી અને ઓછા ખર્ચમાં પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનીકથી જાણી શકાય છે જેને ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા મંજૂર કરીને 20 વર્ષ માટે આ પેટન્ટ જીટીયુને મંજૂર કરવામાં આવી છે. આ રીસર્ચ અર્થે ડો ઠુમ્મર અને જીટીયુના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Advertisement

संबंधित पोस्ट

પાટણ જિલ્લા માં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી

Shanti Shram

ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત,  સી ટીમ અંગે માર્ગદર્શન આપ્યું

Shanti Shram

ગુજરાત રાજ્યની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ 2.0: મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

Shanti Shram

પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો

Shanti Shram

વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું વર્કશોપનું આયોજન કરાયું

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૮-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram