



જુનાગઢ જિલ્લાના બાટવાની ગૌતમ ગૌશાળા ના 30 જેટલા યુવાનો દ્વારા સ્વખર્ચે ગૌશાળાને વેક્સિનેશન કરવામાં આવ્યું છે ચાર દિવસથી આ રસી ગાયને યુવાનો શો ખર્ચે આપે છે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓને દુકાનમાં કામ કરે છે ત્યાંથી છુટા થયા બાદ સેવાના ભાગીદાર બને છે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પશુઓને લંબી વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે બાટવાની ગૌશાળા ના 30 જેટલા યુવાનો છેલ્લા ચાર દિવસથી આ રસી ગાયોને આપવાનું સ્વખર્ચે ચાલુ કર્યું છે મહત્વની વાત એ છે કે આ યુવાનો દિવસ દરમિયાન વેપારીઓની દુકાનમાં કામ કરે અને ત્યાંથી છુટા થયા બાદ ગાયો માટે સેવાની કામગીરી કરે છે હાલ સરકાર દ્વારા ગૌવંશને રસી આપવામાં રસી નો અભાવ હોવાની ઠેર ઠેરથી ફરિયાદ ઉઠી રહી છે જેથી ગૌ માતાને મોતના મુખમાં ધકેલાંથી બચાવવા માટે સામાન્ય વર્ગના યુવાનોએ પોતાની બચતના નાણાંમાંથી રસી મંગાવી અને પોતે જાતે જ ગૌવંશને રસીકરણ કરી લંબી વાયરસના રોગના ભરડામાંથી બચાવવા માટે નો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ કામગીરીના કારણે બાટવાના સૌ વેપારીઓ અને સ્થાનિક લોકોએ પણ આ સેવાના કાર્યને બિરદાવ્યું છે