Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

કોંગ્રેસ દ્વારા વાગરા નગરમાં મોંઘવારી અને લઠ્ઠાકાંડ બનાવને લઇ વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસ દ્વારા વાગરા નગરમાં મોંઘવારી અને લઠ્ઠાકાંડ બનાવને લઇ વિરોધ નોંધાવ્યો

 વાગરા નગરમાં આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વધતી જતી મોંઘવારીનાં કારણે વાગરા નગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઇ મોંઘી દાળ મોંઘુ તેલ બધુ ભાજપનું ખેલ ના બેનરો સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યું હતું વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ને વાગરા પોલીસ દ્વારા બજારમાં ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતા સુલેમાન પટેલ દ્વારા લઠ્ઠાકાંડને લઈ ગૃહ મંત્રી પણ સવાલો ઉભા કર્યા હતા સુલેમાન પટેલે જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ કારણે ૫૫ થી વધુ લોકોએ પોતાના જીવન ગુમાવ્યુ છે આની પહેલા પણ કેટલા લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યારે સુધી કોઈ તપાસ થતી જ નથી આજે પાંચ દિવસોથી પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા રેડ પાડી દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પૂરી થઈ જાય છે આ આખા ગુજરાત માટે બહુ જ દુઃખ ની વાત છે અને જનતા ખૂબ જ આ આક્રોશિત થઈ છે.

Advertisement

લઠ્ઠાકાંડમાં જે લોકોએ પોતાના પરિવારજનોને મળવાં આવ્યા છે એવા પરિવાર પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે અને વધુમાં સુલેમાન પટેલ દ્વારા જણાવ્યું હતું કે ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનો ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને કેટલાક લોકો ખરાબ દારૂ પી લોકો જીવન જઈ રહ્યા છે.

આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તાત્કાલિક ધોરણે તેમને પડ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સુલેમાન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

संबंधित पोस्ट

કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુસ્મિતા દેવે પાર્ટીમાંથી આપ્યુ રાજીનામું…

shantishramteam

દીઓદર તાલુકા ની ર૯ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ફોર્મ ભરવામાં ઘસારો

Shanti Shram

વલસાડના ઉમરસાડી સબ સ્ટેશનનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું

Shanti Shram

12 વિપક્ષી નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રીને પત્ર, કોરોના સામે લાડવા આપ્યા સૂચનો

shantishramteam

વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં રૂ.21.89 કરોડના 432 કામોનું લોકાર્પણ તેમજ રૂ.12.16 કરોડના 577 કામોનું ખાતમુર્હૂત થશે

Shanti Shram

New Education Policy 2020: पाठ्यक्रम में बदलाव को लेकर शुरू हो चुका है काम, रचनात्मकता, संवाद व चिंतन को मिलेगी जगह

Admin