Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

બૂલેટ ટ્રેનમાં વિલંબ થતા ખર્ચમાં થઈ રહ્યો છે વધારો કેમ કે, હવે પ્રથમ તબક્કા માટે 2026ની સમયમર્યાદા નક્કી થઈ

બુલેટ ટ્રેન પાછળનો પ્રોજેક્ટમાં અત્યારે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે અંદાજિત 50 લાખ કરોડથી વધુ ખર્ચ વધવાનો અંદાજ છે. વિલંબના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોંઘો પડી શકે છે. વિગતવાર જોઈએ તો 2017ની અંદર શરુ કરાયેલા 508 કિમીના પ્રોજેક્ટની પ્રારંભિક મર્યાદા આ વર્ષ સુઘીની એટલે કે 2022 સુધીની હતી પરંતુ અત્યાર સુધી 100 જમીન સંપાદનની કામગિરી અત્યાર સુધીમાં ફક્ત દાદરા નગર હવેલી આસપાસ થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન સંપાદનની કામગિરી છે ત્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ એ પ્રોજેક્ટની ધીમી પ્રગતિનું કારણ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ અઘાડી સરકારે બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં રસ ખાસ દાખવ્યો નહોતો. જેના કારણે અવરોધો દૂર થયા નહોતા. ખાસ કરીને ગુજરાતમાં જમીન સંપાદન 98.9 ટકા છે તો મહારાષ્ટ્રમાં માંડ 73 ટકા છે પરંતુ જો વધુ સમય લાગે છે તો વધુ ખર્ચ પણ બૂલેટ ટ્રેનમાં થઈ શકે છે.

ખાસ કરીને થોડા દિવસ પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા મામલે દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, જેમાં સરકારે હવે પ્રથમ તબક્કાની કામગીરી માટે 2026ની સમયમર્યાદા નક્કી કરી છે. જેથી આ ખર્ચમાં વધુ વધારો થઈ શકે છે. અગાઉ કોરોનાના કારણે વિલંબ થતા પણ ખર્ચમાં વધારો થયો છે.

Advertisement

संबंधित पोस्ट

એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા રહેશે સ્વૈચ્છિક બંધ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું (corona curfew)

Shanti Shram

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૨૧ જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

Shanti Shram

સુરતના બારડોલી ખાતે સિનિયર સીટીઝન ક્લ્બમાં જન્મ દિવસની ઉજવણી કરાઈ

Shanti Shram

ગાંધીનગર જિલ્લામાં કોઈ પણ ચીજવસ્તુ છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લેતા અને તોલમાપમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક હાથે પગલાં લેવામાં આવશે.

Shanti Shram

સાબરકાઠાં જીલ્લામાં આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ અપાયું

Shanti Shram

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin