Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રણુજા ખંઢેર વાળી વિસ્તારમાં એલસીબી એ દરોડો પાડી એક ના રહેણાંક મકાનમાંથી 42 બોટલ દારૂ કબજે કર્યો છે. દારૂનો આ જથ્થો જામનગર રહેતા આરોપીએ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે લાલપરડાના શખ્સની ધરપકડ કરી જામનગર રહેતા શખ્સ ના સગડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. દેવભૂમિ દ્વારકા પોલીસે દેશી વિદેશી દારૂની બધી ને રોકવા માટે કેટલાય સમયથી ઝુંબેશ હાથ ધરી છે આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે એલસીબી પોલીસે ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે દરોડો પાડ્યો હતો. ખંભાળિયા તાલુકાના લાલપુરડા ગામે રહેતા નારણભાઈ ઉર્ફે નાયો ધનાભાઈ ગમારા નામનો શખ્સ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની હકીકતના આધારે એલસીબી પોલીસે આ દિશામાં કાર્યવાહી કરો હતી. ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના સુમારે એલસીબી પોલીસે પડેલા આદરોડા દરમિયાન આરોપી નારણના રહેણાંક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 16,800 ની કિંમત નો કુલ 42 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ જથ્થો જામનગરમાં રહેતા ભરત ગોજીયા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જેને લઇને એલસીબી એ આ શખ્સને ફરાર જાહેર કરી, બંને સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા શખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, આજે 1046 નવા કેસ નોંધાયા

Shanti Shram

નરોડા પાંજરાપોળ મધ્યે ચબુતરામાં મંગલમૂર્તિની સ્થાપના કરવામાં આવી.

Shanti Shram

પાટણની હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે

Shanti Shram

બાબરા અમરેલી માર્ગ પાછલા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે.

Shanti Shram

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભાવનગરની આઇકોનિક જગ્યાઓએ યોગ કરવામાં આવ્યાં નિલમબાગ પેલેસ, હાથબ બંગલો અને વેળાવદર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજ

Shanti Shram

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં સીઝનની નવી મગફળીનો આરંભ થયોખેડૂતોને પ્રતિ મણના ભાવ રૂા. 900 થી 1050 સુધી મળી રહ્યો છે

Shanti Shram