Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

સચિનના ટ્વીટ પર રિપ્લાય કરીને ફસાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, ફેન્સ ભડક્યા

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યે એક દાયકો થઇ ગયો હોય પરંતુ ફેન્સ હજુ પણ તેના દીવાના છે. સચિન તેંડુલકરની એક ઝલક મેળવવા માટે ફેન્સ તરસી જાય છે, તેના એક એક ટ્વીટ પર દરેક કોઇની નજર ટકેલી રહેછે. સચિનનું આવુ જ એક ટ્વીટ ચર્ચામાં છે, જ્યા ઓસ્ટ્રેલિયન બેટ્સમેને કઇક એવો રિપ્લાય કર્યો જે બાદ સચિન તેંડુલકરના ફેન્સ ભડકી ગયા હતા.

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી પર ટ્વીટ કર્યુ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમના સફર માટે શુભેચ્છા પાઠવી હતી. સચિન તેંડુલકરે ટ્વીટમાં લખ્યુ, કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી જોઇને શાનદાર લાગી રહ્યુ છે. આશા છે કે આ સુંદર રમતને નવા દર્શક મળશે. ભારતીય મહિલા ટીમને કૉમનવેલ્થ ગેમ્સની સફર માટે હાર્દિક શુભકામના.

Advertisement

સચિન તેંડુલકરના આ ટ્વીટની નીચે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને કોમેન્ટ કરી છે અને લખ્યુ કે સહમત સચિન. ઓસ્ટ્રેલિયન વર્સિસ ભારતની મેચ પણ એક શાનદાર ઓપનિંગ મુકાબલો હશે.

માર્નસ લાબુશેનની આ ટ્વીટ ફેન્સને પસંદ આવી નહતી, તે એટલા માટે કારણ કે સચિનની આગળ સર લખ્યુ નહતુ. ફેન્સ આ વાતને લઇને માર્નસ લાબુશેન પર ભડકી ગયા હતા અને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા. કેટલાકે તો ટ્વીટ કરીને લખ્યુ કે જ્યારે સચિન રમી રહ્યો હતો ત્યારે તમે બાળક હતા. એવામાં તેમની માટે ઓછામાં ઓછા સર તો લખી શકો છો. જ્યારે કેટલાકે લખ્યુ કે શું તમને એટલા મોટા ખેલાડી સાથે વાત કરતા નથી આવડતુ.

Advertisement

મહત્વપૂર્ણ છે કે માર્નસ લાબુશેનને વર્તમાન સમયના સૌથી શાનદાર યુવા બેટ્સમેનમાંથી એક ગણવામાં આવે છે. તે સતત ટેસ્ટ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન પણ કરી રહ્યો છે. ખુદ સચિન તેંડુલકર માર્નસ લાબુશેનની પ્રશંસા કરી ચુક્યો છે. સચિન તેંડુલકરે વર્ષ 2020માં કહ્યુ હતુ કે માર્નસ લાબુશેનનો ફૂટવર્ક ઘણો સારો છે.

Advertisement

संबंधित पोस्ट

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

ઇટાલીએ ઇંગ્લેન્ડને પેનલ્ટી પર 3-2થી હરાવીને બીજી યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી

shantishramteam

इंटरनेशनल क्रिकेट में सुरेश रैना के 15 साल पूरे, लेकिन पहले मैच को नहीं करना चाहेंगे याद

Admin

कान में भी पहुंच सकता है कोरोना वायरस, रिसर्च में हुआ चौंकाने वाला खुलासा

Admin

કોપા અમેરિકા 2021 ફાઈનલ, આર્જેન્ટિના વિ બ્રાઝિલ લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં: એઆરજી વિ બીઆરએ મેચ

shantishramteam

ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરવા માંગે છે, જાણો ભારતની સંભવિત પ્લેઈંગ-11

Shanti Shram