Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવાલયનો શણગાર અને ભકતોમાં ઉમંગનો સાગર

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સુદામાનગરી પોરબંદરમાં શિવનાદ જોવા મળ્યો હતો.  આજે પ્રાત:કાલથી શિવ મંદિરોમાં શિવભકતો ઉમટી પડયા હતાં. દેવાધીદેવ મહાદેવને જલાભિષેક, દુધ, બિલ્વપત્ર ચડાવી ઓમ: નમશિવાયનાં મંત્ર સાથે પુજા-અર્ચના કરી હતી. સવારનાં સમયે શિવ પૂજા અને સાંજે શિવશણગારનાં દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. આજથી શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે શિવાલયોને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન શિવભકિતનો સાગર છલકાશે. તેમજ દર સોમવારે શિવજીનાં વિવિધ સ્વરૂપોના દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં પૌરાણીક ચાડેશ્વર, ધીંગેશ્વર, ભાવેશ્વર, કેદારેશ્વર, જડેશ્વર, ઓમકારેશ્વર મહાદેવ તેમજ બિલેશ્વર ખાતે આવેલા બિલનાથ મહાદેવ, કુછડી ખાતે આવેલા ખીમેશ્વર મહાદેવ અને રાણાવાવની જાંબુવનની ગુફામાં સ્વયંભુ બનેલા શિવલીંગની શ્રઘ્ધાળુઓ દ્વારા પૂજા-અર્ચના અને દર્શન કરવામાં આવશે. આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભકતો પુજા-અર્ચના તેમજ દર્શનાર્થે આવી પહોંચ્યાં હતાં. જડેશ્વર મંદિરે શ્રાવણ માસ નિમીતે દરરોજ અલગ- અલગ દર્શનનો આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સોમવારે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવશે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. અને હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ પવિત્ર બની ગયું છે.

Advertisement

संबंधित पोस्ट

15મી ઓગસ્ટે ગુજરાત માં કોણ કરાવશે ક્યાં ધ્વજવંદન ? જાણો વિગતે…….

Shanti Shram

આ સમયે સૂવું ,મા લક્ષ્મીને હેરાન કરી શકે છે, જીવનમાં નકારાત્મક અસર વધે છે.

Shanti Shram

ઘાટલોડિયા મધ્યે પૂ. ભવ્યરત્ન મ.સા. ના ૧૬ ઉપવાસનું પારણું યોજાયું

Shanti Shram

દિલ્હી મધ્યે ગુરૂપ્રેમ આજીવનચરણોપાસક પૂ.આ.કુલચંદ્ર સુરીજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ

Shanti Shram

આગલોડ મધ્યે ઉપધાનતપની સુંદર આરાધના.

Shanti Shram

કોરોના કાળમાં બે વર્ષ ‘ક્વોરેન્ટાઇન’ રહ્યા બાદ જગતના નાથ નગરચર્યા કરશે : મોડાસા રથયાત્રાનો રૂટ લંબાયો

Shanti Shram