Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

લઠ્ઠાકાંડમાં એકશન : 6 પોલીસ અધિકારી સસ્પેન્ડ, 2 પોલીસવડાની બદલી,ગુજરાત સરકાર એક્શનમાં

અમદાવાદનાં ધંધુકા તથા બોટાદના બરવાળામાં 50થી વધુ લોકોને ભરખી જનારા લઠ્ઠાકાંડમાં છેવટે રાજય સરકારે હવે પોલીસ અધિકારીઓ સામે એકશન લેવાનું શરુ કર્યુ છે. છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જયારે અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદના જીલ્લા પોલીસ વડાઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. બોટાદ અને અમદાવાદ જીલ્લામાં લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજયમાં ખળભળાટ સર્જાયો હતો અને વિરોધ પક્ષોએ ભાજપ સરકારની નિષ્ફળતા તથા પોલીસની બેદરકારી હપ્તાખોરીના આક્ષેપો કરીને નિશાન તાકયુ હતું. ભાજપ સરકાર પણ ભીસમાં આવી હતી. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની જોરદાર માંગણી ઉઠતા છેવટે સીનીયર અધિકારીઓ પર ગાજ પડી છે અને કુલ આઠ અધિકારીઓ વિરુદ્ધ એકશનના આદેશો કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્ર યાદવ તથા બોટાદના જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ સિવાય ધોળકાના ડીવાયએસપી એન.વી.પટેલ તથા બોટાદના ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરતા હુકમ કરવામાં આવ્યા છે.

રાજયમાં દારૂબંધી હોવા છતાં ઝેરી કેમીકલયુક્ત દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ રોકવામાં નિષ્ફળતા હોવાથી ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્ઠાનો અભાવ દર્શાવે છે. દારૂબંધીની નીતિનો સમયસર અમલ કરવામાં નિષ્ફળતા બદલ બંને ડીવાયએસપીને સસ્પેન્ડ કરવાનું હુકમમાં દર્શાવવામાં આવ્યું છે. તેઓ સામે ખાતાકીય તપાસના પણ આદેશ કરવામાં આવ્યા છે અને આરોપ સાબીત થવાના સંજોગોમાં નોકરીમાંથી બરતરફી જેવી મોટી શિક્ષા થવાને પણ પાત્ર હોવાનું જણાય છે. આ સંજોગોમાં તેઓને હાલના જવાબદારીવાળા હોદા પર ચાલુ રાખવાનું જાહેર હિતમાં ન હોવાને કારણે ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971ના નિયમ-5 ના પેટા નિયમ (1) ના ખંડ (ક)ની જોગવાઈ હેઠળ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સમગ્ર રાજયમાં ખળભળાટ સર્જી રહેલા લઠ્ઠાકાંડ મામલે રાજય સરકાર બચાવની સ્થિતિમાં આવી જ ગઈ છે અને હવે પોલીસ અધિકારીઓ પર એકશન લીધા છે

Advertisement

संबंधित पोस्ट

દીઓદર માર્કેટ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે Diyodar APMC

Shanti Shram

દીઓદર માર્કેટ યાર્ડમાં બનાસબેંકના ચેરમેન અને પ્રભારીનો સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram

કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કારથી સન્માનિત કરાયાં

Shanti Shram

ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું

Shanti Shram

અમદાવાદ ખાતે આવેલ માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન ની નવીન કારોબારીની નિમણુક કરાઇ.  

Shanti Shram

જગતનો તાત રાજી રાજી  તાલાલા – વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ -2 ડેમમાંથી સાત પાણી આપતા ખેડુતો ખુશખુશાલ

Shanti Shram