Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પાટણ

પાટણમાં 100 વર્ષ જૂનું જર્જરીત બંધ મકાન ઉતારવા કલેક્ટરમાં રજૂઆત

પાટણમાં 100 વર્ષ જૂનું જર્જરીત બંધ મકાન ઉતારવા કલેક્ટરમાં રજૂઆત પાટણ મુખ્ય પોસ્ટઓફિસની પાછળના ભાગે આવેલા આબુવાળા ડેલા વિસ્તારમાં 100 વર્ષજુનું હોસ્ટેલનું મકાન જર્જરિત હાલતમાં બંધ હલાતમાં ઊભું હોય તાજેતરમાં તેની એક તરફની દિવાલ ધરાશાયી થઈ હતી .

આ મકાન વિસ્તાર માટે ભારે જોખમી બન્યું હોય સત્વરે ઉતારી લેવા રહીશોએ પાલિકામાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા દ્વારા મકાન દૂર કરવા બાબતે કોઈ જ કાર્યવાહી ન કરાતાં ચોમાસાની ઋતુમાં આજુબાજુના મકાનોના રહીશો ભયના ઓથાં તળે એક સપ્તાહથી જીવી રહ્યા હોય સત્વરે જર્જરીત મકાન નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે તેવી માગણી સાથે વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કલેકટર કચેરીમાં લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી હતી . તેમજ આ બાબતે પ્રાંત અધિકારીને પણ લેખિતમાં અરજી આપી હતી . રહીશ મુકેશભાઇએ જણાવ્યુ હતુ કે આ હોસ્ટેલ બંધ હાલતમાં હોય કોઈ ઉપયોગ કરતું નથી કે તેના મકાનનું રીનોવેશન પણ કરાવવામાં આવતું નથી . જેથી હાલ પડી જાય તેવી હાલતમાં ઊભું હોય જો પડશે તો આજુબાજુના ત્રણથી ચાર મકાનો ઉપર કાટમાલ પડતા મોટું નુકસાન અને કોઈનો જીવ જવાની પણ શક્યતા દેખાઈ રહી હોય સૌ પરિવારો દિવસ રાત ભયભીત હાલતમાં જીવી રહ્યાં છીએ . રાત્રે ઉંઘ આવતી નથી . નાના બાળકો હોય તેમને બહાર કાઢતા ડર લાગી રહ્યો છે . પાલિકાને અમે લેખિતમાં રજૂઆત પણ કરી પરંતુ પાલિકા મારું કંઈ સાંભળતી ના હોય કલેકટરને રજૂઆત કરી છે

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી DDO સ્વપ્નિલ ખરે દિયોદર ની મુલાકાતે.

Shanti Shram

ગુજરાતમાં આ વખતે સરકાર મંજૂરી આપે તો પણ નહિ યોજાય નવરાત્રી, જાણો ક્યા કારણે

shantishramteam

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને અનુપ મંડળ ની સનાતન ધર્મ વિરુદ્ધ ની પ્રવૃત્તિ માટે આવેદનપત્ર અપાયું.

Shanti Shram

પાટણ-ચાણસ્મા ના 20 કિમી ના હાઈવે પર 60 ખાડા જોવા મળ્યા

Shanti Shram

ભાજપ દ્વારા ત્રિદીવસીય વિધાનસભા પ્રવાસ  ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા ત્રિ – દિવસીય વિધાનસભા પ્રવાસ અંતર્ગત

Shanti Shram

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

Shanti Shram