Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં 1,000 કરોડના સાબર ડેરીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. સાબર ડેરીના પ્રોજેક્ટના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. સેંકડો રુપિયાના નવા પ્રોજેક્ટ અહીં લગાવવામાં આવી રહ્યા છે. મિલ્ક પાઉડર પ્લાન્ટ સહીતના પ્રોજેક્ટથી સાબર ડેરીની ક્ષમતા વધી જશે. નવા પ્લાન્ટનું ભૂમિપૂજન સામર્થ્યને વધારવાનો પ્રયત્ન કરશે. જ્યોતિગ્રામ યોજનાઓ અને વીજળીની તાકાતથી ડેરી ઉદ્યોગને વેગ મળ્યો છે. આજે 20થી 22 વર્ષના દિકરા દીકરીઓને ખબર નહીં હોય કે અંધારુ કોને કહેવાય પરંતુ આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ છે. તેમ પીએમ એ જણાવ્યું હતું.

સાબરકાંઠામાં આવીએ એટલે નવું ના લાગે. સાબરકાંઠામાં કોઈ ક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ના થયું હોય. અહીં આવીએ એટલે બધુ યાદ આવે. એ સમયે જ્યારે સાબરકાંઠામાં આવીએ બસસ્ટેન્ડ પાસે ઉભા હોઈએ તો ઈડર, વડાલી, ખેડ, હેંડો હેંડો એવું સંભળાય છે. અહીં આવ્યા પછી પણ અવાજ કાનમાં ગુંજતા હોય છે. અહીં આવું એટલે જૂના લોકો યાદ પણ આવે છે. આ સાથે તેમણે કેટકેટલાય જૂના સાથીઓને યાદ કર્યા હતા. આજે પણ અનેક લોકોના ચહેરાઓ મારી સામે છે તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

મારા અનેક સાથીઓ આજે પણ યાદ આવે છે. અહીના પરીવારો સાથે મારો વર્ષો જૂનો નાતો જેમાં ડાયાભાઈ ભટ્ટ, મુળજીભાઈ પરમાર, રમણિકભાઈ બધાની સાથે જ કામ કર્યું. ઈડર આવું એટલે ઘણા પરીવાર સાથે મળવાનું થાય. પરંતુ હવે તમે એવી જવાબદારીઓ આપી છે જેમાં જૂના દિવસો યાદ કરીને આનંદ આવે છે. બે દસક પહેલા અહીં શું સ્થિતિ હતી તેને મેં પણ જોયું છે.

ગુજરાતમાં અતિવૃષ્ટીમાં પણ લોકોને આનંદ આવે છે. ભરપુર વરસાદમાં મન ભરાઈ જાય છે કેમ કે, આપણે ત્યાં વરસાદના થતા દુષ્કાળ જેવી પણ સ્થિતિ જોવા મળતી હોય છે. તમારા સહયોગ સાથેના વિશ્વાસ સાથે સિંચાઈની સુવિધાઓ બદલવાનું નક્કી કર્યું. કૃષિ, પશુપાલન ક્ષેત્રમાં ડેરીએ તાકાત આપી છે. અર્થવ્યવસ્થામાં ડેરીએ સ્થિરતા આપી છે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. ડેરીએ પ્રગતિના અવસરો આપ્યા છે. આપણે પ્લાસ્ટીકનો વેસ્ટ અટકાવવાનું અભિયાન ચલાવ્યું છે. પશુઓના પેટમાં પ્લાસ્ટીક જોવા મળતું હોય છે. પશુઓ બિમાર થાય છે તો આયુર્વેદીક દવાઓથી તેની સારવાર કરી રહ્યા છીએ.

Advertisement

संबंधित पोस्ट

Iran says coronavirus kills another 97, pushing death toll to 611

Admin

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા મામલતદારશ્રીનું સન્માન કરાયું

Shanti Shram

દિયોદર તાલુકાની સૌપ્રથમ સમરસ ગ્રામ પંચાયત “સામલા વડાણા ગ્રામ પંચાયત”

Shanti Shram

NCL Recruitment 2020: Over 300 vacancies of operator notified, 10th pass can apply

Admin

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin