Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

ભારતે વન ડે સીરિઝમાં વિન્ડીઝના સૂપડા સાફ કર્યા, 3-0થી શ્રેણી જીતી

ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં આયોજિત ત્રીજી વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 119 રને હરાવ્યુ હતુ. આ જીત સાથે જ શિખર ધવનની આગેવાની ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે વન ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝને 3-0થી ક્લિન સ્વિપ કર્યુ હતુ.ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરમાં વન ડે સીરિઝમાં સૂપડા સાફ કર્યા છે. ટીમ ઇન્ડિયાની આ જીતના હીરો ઓપનર શુભમન ગિલ રહ્યો હતો જેને અણનમ 98 રન બનાવ્યા હતા.

ડકવર્થ લુઇસ નિયમ હેઠળ વેસ્ટ ઇન્ડીઝને 35 ઓવરમાં 257 રનનો પડકાર મળ્યો હતો પરંતુ તેના બેટ્સમેન એક એક કરીને આઉટ થતા ગયા હતા. વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે કેપ્ટન નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગ જ મેદાન પર થોડી વાર માટે ટકી શક્યા હતા. કિંગ અને પૂરને 42-42 રન બનાવ્યા હતા. આ સિવાય શાઇ હોપ 22 રન અને હેડન વોલ્શ જૂનિયર જ ડબલ અંકમાં પહોચી શક્યા હતા.

Advertisement

ચહલની ચાર વિકેટ

વેસ્ટ ઇન્ડીઝના ચાર ખેલાડી ડક પર આઉટ થયા હતા. ભારત તરફથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

વરસાદને કારણે સદી ચુક્યો ગિલ

ટો, જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ધવને 58 રનની ઇનિંગમાં સાત ફોર ફટકારી હતી. ભારતની ઇનિંગની 24 ઓવર પૂર્ણ થયા બાદ વરસાદને કારણે મેચને રોકવામાં આવી હતી અને મુકાબલાને 40 ઓવરનો કરવામાં આવ્યો હતો.

Advertisement

શ્રેયસ અય્યર બાદ ક્રીઝ પર ઉતરેલો સૂર્યકુમાર યાદવ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. જ્યારે 36 ઓવર પુરી થયા બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 225 રન હતો ત્યારે ફરી વરસાદ પડ્યો હતો અને ભારતીય ઇનિંગને સમાપ્ત કરવી પડી હતી. વેસ્ટ ઇન્ડીઝને તે બાદ ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 35 ઓવરમાં 257 રનનો પડકાર મળ્યો હતો. શુભમન ગિલે 98 બોલમાં 2 સિક્સર અને સાત ફોરની મદદથી અણનમ 98 રન બનાવ્યા હતા. જો વરસાદ ના પડ્યો હોત તો શુભમન ગિલ વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી શક્યો હોત.

Advertisement

संबंधित पोस्ट

T20 વર્લ્ડકપ માટે તમામ 16 ટીમના નામ થયા ફાઇનલ, ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે ક્વોલિફાઇ કર્યુ

Shanti Shram

BCCI On Virat Kohli: ‘ કોહલી હોય કે કોઇ અન્ય ખેલાડી, કોઇને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે’, BCCIએ આપ્યો મોટો સંદેશ

Shanti Shram

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની આ ઘડિયાળે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, જુઓ એવું તો શું છે એમાં ખાસ અને કિંમત…

shantishramteam

સદી હોય કે રન, પાર્ટનરશિપમાં સૌરવ ગાંગુલી-સચિનની આસપાસ પણ કોઇ નથી

Shanti Shram

કોપા અમેરિકા 2021 ફાઈનલ: આર્જેન્ટિનાના રેકોર્ડ-ઇક્વલિંગ ટાઇટલથી વિન

shantishramteam

આનંદ મહિન્દ્રાએ નટરાજનને આપી કાર,તો ક્રિકેટરે આપી રિટર્ન ગીફ્ટ

Denish Chavda