Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

જેસીઆઈની મહિલા વિંગ દ્વારા રાખડી અને મહેંદી સ્પર્ધા યોજાઈ .

જેસીઆઈની મહિલા વિંગ દ્વારા રાખડી અને મહેંદી સ્પર્ધા યોજાઈ.રક્ષાબંધન સહિતના તહેવારોને અનુલક્ષીને કરાયું સ્પર્ધાનું આયોજન.

જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગ બહેનો અને બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે જુદાજુદા કાર્યક્રમો અને વિવિધ કોમ્પિટિશનોના આયોજનો કરે છે. આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને બહેનો તથા બાળકો માટે રાખડી અને મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બંને સ્પર્ધામાં બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ અને અવનવી ડિઝાઇનની રાખડીઓ બનાવી હતી તથા બહેનો દ્વારા મહેંદીની પણ ખૂબ જ સરસ ડિઝાઇનો બનાવી પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આ બંને સ્પર્ધામાં વિજેતા બનેલ બહેનો અને બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

મહેંદી અને રાખડી કોમ્પિટિશનને સફળ બનાવવા જેસીઆઈ મહિલા વિંગના ચેરપર્સન હેતલબેન બાપોદરા પ્રોજેક્ટ ટીમ ભક્તિબેન મોનાણી, સોનલબેન પટેલ, જિજ્ઞાબેન તન્ના, વર્ષાબેન ગોરાણીયા, એકતાબેન દાસાણી, જિજ્ઞાબેન રાડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકે દીપ્તિબેન થાનકી અને અલ્પાબેન અમલાણીએ સેવા આપી હતી .

Advertisement

संबंधित पोस्ट

Update Aadhaar Address Online: जानिए किस तरह घर बैठे आधार कार्ड में ऑनलाइन अपडेट किया जा सकता है पता

Admin

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક.

Shanti Shram

દ્વારકામાં પૂર ઝડપે દોડતા ઇકો વાહનના ચાલકે છકડાને ઠોકર મારી ચાલકનો કાઠલો પકડી ધમકાવ્યો

Shanti Shram

સુરતથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધીની યાત્રાનું આયોજન, સ્ટેડિયમને સરદાર પટેલ રાખવા માંગ

Shanti Shram

ગોકળગાયના વધતા જોખમોમાંથી ખેડૂતોને ટૂંક સમયમાં રાહત મળી શકે છે, કૃષિ વિભાગે ખાસ પહેલ કરી

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા પીડિતાના પરિવારને વળતર ચૂકવાયું

Shanti Shram