Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ઝેરી દારુકાંડમાં દર્દીઓના બ્લડ સેમ્પલમાં મિથાઈલ કેમીકલ પીધું હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું

ઝેરી દારુકાંડ મામલે વધુ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મામલે દર્દીઓના બ્લડ સેમ્પલમાં મિથાઈલ કેમીકલ પીધું હોવાનું સામે આવ્યું છે. જો કે, અગાઉ બ્લડ સેમ્પલમાં ઈથાઈલ હોવાની આશંકા હતી પરંતુ મિથાઈલની વાત સામે આવતા વધુ શંકા પ્રબળી છે. અત્યારે અમદાવાદ, બરવાડા અને ભાનગર સહીતની હોસ્પિટલોમાં 87 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ગઈકાલથી આ ઝેરી દારુના કારણે મોતના આ આંકડાઓ સામે આવ્યા હતા ત્યારે આજે જે આંકડાઓ સામે આવ્યા છે. તેમાં અતિગંભીર આંકડાઓ સામે આવ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જો દર્દીઓએ દારૂ પીધો હોય તો તેમના બ્લડ સેમ્પલમાં ઈથાઈલ આવ્યું હોત પરંતુ તમામ દર્દીઓના બ્લડ રીપોર્ટમાં ઈથાઈલ નહીં પરંતુ મૃત્યુ પામ્યા અને જે હોસ્પિટલમાં છે તેમના બ્લડ રીપોર્ટની અંદર મિથાઈલ કેમિકલ મળી આવ્યું છે.  ખાસ કરીને મિથાઈલ કેમિકલને પાણીમાં ભેળવવામાં આવે છે પાણીમાં ઉમેરી પીવડવવામાં આવ્યું છે તેવું કહી શકાય. બ્લડ રિપોર્ટમાં મિથાઈલની માત્રા છે. તેવી વિગતો પણ સૂત્રો તરફથી મળી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી

shantishramteam

હૈદરાબાદ માં 20 મિનીટમાં સાયકલ લઈને ફૂડ આપવા આવ્યો ડિલિવરી બોય, અને પછી થયું અવિશ્વશનીય કામ !

shantishramteam

“Reliance Jio” ને ટક્કર આપવા ઇન્ટરનેટની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે TATA , જાણો શું છે સમગ્ર પ્લાન…

shantishramteam

સરકારનું નેનો યુરિયાને લઈને મોટું એલાન

shantishramteam

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સરકારે બીજો શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

Shanti Shram

જુઓ આ છે દુનિયાનો અનોખો ધોધ જ્યાં લોકો લપસ્યા વગર આ ધોધને પસાર કરી શકે છે !

shantishramteam