Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

રાજકોટમાં લોકમેળાની તાડમાર તૈયારી શરૂ: આવતીકાલથી સ્ટોલ માટે અરજીઓનો ડ્રો તેમજ હરરાજી શરૂ

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે આગામી તારીખ 17 થી 21 ઓગસ્ટના રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળામા સ્ટોલ અને પ્લોટ ભાડે મેળવવા માટે ફોર્મનું વિતરણ અને ભરાયેલા ફોર્મ પરત સ્વીકારવાની પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. જે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી 30 જુલાઈ દરમ્યાન 364 સ્ટોલ માટે કુલ 1916 અરજીઓનો ડ્રો તેમજ હરરાજી શરૂ કરવામાં આવશે. તા.17 થી 21 ઓગસ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં યોજાનાર ભવ્ય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને રાઇડ્સ અનેરું આકર્ષણ જોવા મળશે. સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. તા. 27 જુલાઈ ના રોજ રમકડાં, ખાણીપીણી તેમજ હાથથી ચાલતી ચકરડી સ્ટોલની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તા. 28,29,30 જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોલ તેમજ મોટા 2 સ્ટોલ તથા આઈસ્ક્રીમના 16 સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્ટોલ, ચકરડીઓ માટે 52 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે 26 સ્ટોલ રહેશે. મેળાને આકર્ષક શીર્ષક આપવાની છેલ્લી તારીખ  તા.- 27/07/2022 સુધી હોઈ હવે માત્ર એક દિવસ બાકી રહ્યો હોઈ ઇચ્છુક સ્પર્ધક વહેલી તકે એન્ટ્રી મોકલી આપે તેમ સમિતિ દ્વારા જણાવાયું છે. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામું અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેઇલ આઇ.ડી. આર. એમ. સી. ઓફિશિયલ સાઈટ ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં 2 કલાક સુધી સારવાર ન મળતાં દર્દીનું મોત, જાણો વિગતો…

shantishramteam

હવામાન વિભાગે આવતા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની કરી આગાહી…

shantishramteam

માધાપર ભૂજ મધ્યે પુજ્ય શ્રીનો ચાતુર્માસ પ્રવેશ થયો

Shanti Shram

જૂનાગઢના ગિરનાર ની ગોદમાં 151 બ્રહ્મ વડીલો અને પાંચ સ્વતંત્ર સેનાનીઓનું સન્માન

Shanti Shram

શ્રી ગાંધીનગર જૈન સંઘના મધ્યે દીક્ષા મુર્હત પ્રદાન

Shanti Shram

રાજકોટમાં કોરોનાનો કહેર વધતા DEOનો નિર્ણય: શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું

Shanti Shram