Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહ્યો છે, આ પહેલા પણ ગુજરાતમાં દારુ કાંડ થયા છે – કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઝેરી દારુ પીવાના કારણે 28 જેટલા લોકોના મોત થયા છે. 80થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝેરી દારુ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં આસાનીથી દારુ મળી જાય છે. આ પહેલા પણ દારુકાંડ થયા છે.
આજે દુખદ સમાચાર મળી રહ્યા છે કે, ભાવનગર જિલ્લામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

હોસ્પિટલમાં લોકો જીંદગી, મોત સામે ઝઝૂમી રહ્યા છે. જેનું મૃત્યુ થયું છે તેમના પરીવારને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે. પ્રશ્ન એ પણ છે કે, ગુજરાતમાં કાનુની રીતે નશાબંધી છે તો આસાનીથી દારુ કેવી રીતે વેચાઈ રહ્યો છે. હજારો કરોડોનો ધંધો છે. આની પહેલા પણ આવું થયું છે. જનતાની જીંદગી દાવ પર લાગી છે. નશાબંધીને કડકાઈથી લાગું કરવામાં આવતી નથી. મેં સોશિયલ મીડિયામાં જોયું છે કે, તંત્રને લોકોએ ચિઠ્ઠીઓ પણ લખી છે. હું અત્યારે રાજકોટમાં છું પરંતુ રાજકોટમાં જ નહીં પુરા ગુજરાતમાં દારુ વેચાઈ રહ્યો છે. ખુલ્લેઆમ આ દારુ ગેરકાનુની વેચાય છે આ ફાયદો કોને થાય છે અને કોણ લોકો છે આ પ્રશ્ન સૌ કોઈ જાણવા માંગે છે. ઈલેક્શનમાં પણ મુદ્દો ઉઠાવીશું કેમ કે, લોકોનો જીવ જઈ રહ્યો છે. જે ઘણી જ ગંભીર વાત છે તેમ અરવિંદ કેજરીવાલે કહી હતી.

Advertisement

संबंधित पोस्ट

Heavy rains lash Delhi, traffic snarls in some areas

Admin

ઓગડથળી થી ટોટાણાની વિશાળ પદયાત્રા યોજી અલ્પેશ ઠાકોર નું શક્તિ પ્રદર્શન

Shanti Shram

અમદાવાદ મ્યુનિ દ્વારા શારિરીક દિવ્યાંગ કે અન્ય કારણોસર ઘરે સારવાર લઈ રહેલાં લોકોના ઘરે જઈ આધારકાર્ડની કામગીરી કરી

Shanti Shram

રાષ્ટ્રપતિની ચૂંટણી: ભાજપ ફરી કરી ચોંકાવનારી તૈયારી, આ નામોની ચર્ચા થઈ રહી છે

Shanti Shram

વડોદરા શહેરના કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઇડનો 4 વર્ષથી ઇજારદારે અકસ્માત વીમા પોલિસી ન ભરતાં બંધ કરવાઇ

Shanti Shram

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી

Shanti Shram