Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રોજગારી

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર અને માણસા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર અને માણસા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં ૨૬મી જુલાઇ અને માણસા ખાતે તા. ૨૮મી જુલાઇના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે.જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા ગાંધીનગર અને માણસા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 જેમાં આગામી તા. ૨૬ મી જુલાઇ, ૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે બલરામ મંદિર હોલ, ઉમિયા માતાજી મંદિર પાસે, કલેકટર કચેરી સામે, સેકટર- ૧૨, ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં એસ.એસ.સી. એચ.એસ.સી પાસ, આઇ.ટી.આઇ.ના તમામ ટ્રેડ અને ગેજ્યુએટ થયેલા તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે. તેમજ માણસા ખાતે રોજગાર ભરતીમેળો આગામી તા. ૨૮મી જુલાઇ, ૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે એસ.ડી.આર્ટસ એન્ડ બી.આર. કોમર્સ કોલેજ, એસ.ટી.ડેપો સામે, માણસા ખાતે યોજાશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી પાસ, ગ્રેજ્યુએટ અને આઇટીઆઇના તમામ ટ્રેડના ઉમેદવારો ભાગ લઇ શકશે.આ બન્ને રોજગાર ભરતી મેળામાં જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉમેદવારોને ભાગ લેવા રોજગાર અધિકારીએ જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર અને માણસા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.ગાંધીનગર ખાતે તા. ૨૬મી જુલાઇ અને માણસા ખાતે તા. ૨૮મી જુલાઇના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે.
Advertisement

संबंधित पोस्ट

જો 30 મિનિટથી વધુ સમય સુધી ઓફિસમાં કામ કરશો, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે

shantishramteam

દીઓદર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો

Shanti Shram

ગુજરાત માં વધુ રોજગારી સર્જન માટે રાજ્ય સરકારનો નિર્ણય

Shanti Shram

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૬ જુલાઈએ ભરતી મેળો યોજાશે

Shanti Shram

પાટણ શહેર ખાતે આવેલ માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા ખેડૂતોમાં ખુશી

Shanti Shram

નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ સબીતા માણેક, જાણો એમને શું અને કેવી રીતે મેળવ્યું ?

Shanti Shram