Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
સ્વાસ્થ્ય

આ વસ્તુઓ ખાવાનું કરી દો શરૂ, પિરીયડ્સની સાયકલ થઇ જશે રેગ્યુલર

શરીરમાં અનેક રીતની બીમારીઓ હોય છે જેમાં કેટલીક બીમારીઓ એવી હોય છે જે માત્ર મહિલાઓને જ થતી હોય છે. જેમાં ગર્ભાશયનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પિરીયડ્સ પ્રોબ્લેમ્સ..જેવી વગેર સમસ્યાઓ મહિલાઓને થતી હોય છે. આ બીમારીઓને કારણે મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાં પણ ખાસ કરીને પિરીયડ્સમાં મહિલાઓના હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે જેના કારણે ક્રેમ્પ્સ, દુખાવો, માંશપેશીઓમાં દુખાવો થવા લાગે છે. અનિયમિત રીતે પિરીયડ્સ કોઇ પણ સમસ્યા ઊભી કરી શકે છે. પિરીયડ્સ રેગ્યુલર ના આવે તો તમારું વજન પણ વધી શકે છે. અનિયમિત પિરીયડ્સ માટે ખાવાપીવાની બાબતમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વિટામીન સીનું સેવન આ સમસ્યા સામે રાહત અપાવવાનું કામ કરે છે.

તમે વિટામીન સીનું સેવન અનિયમિત પિરીયડ્સમાંથી રાહત મેળવવા માટે કરી શકો છો. આ તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આમાં મળતા પોષક તત્વો શરીરમાં હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ તમારા શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને સાથે પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. આ માટે સ્તરને નિયંત્રિત કરવા માટે વિટામીન સીની આવશ્યકતા વધારે હોય છે.

Advertisement

મોટાભાગે આમ તો ખાટા અને રસીલા ફળોમાં વિટામીન સીની માત્રા વધારે હોય છે. જે તમારા અનિયમિત પિરીયડ્સમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે લીંબુ, સંતરા, દ્રાક્ષ ખાઇ શકો છો. આ સાથે જ તમે બીજા ખાટા ફળો પણ ખાઓ છો તો તમારી સાયકલ રેગ્યુલર થાય છે. તમારી પિરીયડ્સની સાયકલને રેગ્યુલર કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે પપૈયુ પણ ખાઇ શકો છો. પપૈયુ મહિલાઓની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમે જાંબુ, સ્ટ્રોબેરી, બ્રોકલી પણ તમારા આહારમાં એડ કરી શકો છો.

જાણો અનિયમિત પિરીયડ્સ પાછળના કારણો

Advertisement
  • શરીરમાં હોર્મોન્સના સ્તરમાં બદલાવ થવો
  • બહુ વધારે સ્ટ્રેસ લેવો
  • જરૂરિયાત કરતા વધારે એક્સેસાઇઝ કરવી
  • જંકફુડ વધુ પ્રમાણમાં ખાવું

संबंधित पोस्ट

10માંથી 9 મહિલાઓ મેન્સ્ટ્રુઅલ હેલ્થને લઈને ડૉક્ટરની સલાહ નથી લેતી, કોરોનાની થતી  મેન્સ્ટ્રુઅલ સાઈકલ પર અસર

shantishramteam

ગુજરાત માં રસીકરણ મહાઅભિયાનના પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ લીધી રસી..

shantishramteam

કોરોનાં વૃદ્ધિદરને રોકવામાં હવે અશ્વગંધા પર આશા!!

shantishramteam

હરિયાણાના મંત્રી અનિલ વિજને ડોઝ લેવાથી થયો કોરોના, ચારેયબાજુથી પ્રશ્નોની વણઝાર, જાણો દરેકની સત્ય હકીકત.

Shanti Shram

પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થાય તો બીજો ડોઝ કયારે ? કોરોનાથી સંક્રમિત થયા પછી ક્યારે વેક્સિન લઇ શકાય ? જાણો વિગત :

Shanti Shram

મિનિટોમાં બધા જ ખીલ થઇ જશે છૂ, દાદીમાંના આ નુસ્ખા છે જોરદાર અસરકારક

Shanti Shram