Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
વિશ્વ સમાચાર

શું વાત કરો છો, ટ્વીટરમાં 54 લાખ યુઝર્સના ડેટાની ચોરી થઈ ગઈ!

હાલના સમયમાં ડિજિટલ માધ્યમ ખૂબ જ સરળ બની ગયું છે. લોકો પોતાની વાતો ડિજિટલ માધ્યમ દ્વારા એક બીજા સાથે શેર કરતા હોય છે. પરંતુ આનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યા છે. હેકર્સે ટ્વીટરની મુશ્કેલી વધારી દીધી છે. જો તમે પણ ટેવીટર યુઝ કરી રહ્યા હોય તો ચેતી જજો. એક અહેવાલ પ્રમાણે લાખો ટ્વીટર યૂઝર્સના ડેટાની હરાજી થઈ રહી છે. ટ્વીટરના ડેટાબેઝમાં એક ખામીના કારણે હેકર્સે 54 લાખના યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરી લીધી છે. હવે હેકર્સ આ ડેટાને બ્રીચ્ડ ફોરમ પર 30 હજાર ડોલર એટલે કે લગભગ 23.96 લાખ રૂપિયામાં વેચી રહ્યો છે. ટ્વિટરે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી નથી કરી. HackerOneએ આ વર્ષે જાન્યુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે, ટ્વિટર પરની ખામી યુઝર્સના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સહિતનો વ્યક્તિગત ડેટા જોખમમાં મૂકે છે. આ ખામીને કારણે, લાખો યૂઝર્સ પર જોખમ મંડરાઈ રહ્યો છે અને તેને કોઈપણ એક્સેસ કરી શકે છે. આ ખામી દ્વારા કોઈનો પણ ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ એન્ટર કરી તેની twitterID શોધી શકાય છે. ચિંતા એ છે કે, જો કોઈ યૂઝર્સે આ વિગતોને જાહેરમાં છુપાવવા માટે પ્રાઈવેસી સેટિંગ્સને ઈનેબલ કર્યું હોય તો પણ આ ડિટેલ્સ સુધી પહોંચી શકાય છે.

હાલ તો જોતા એવું લાગી રહ્યું છે કે ટ્વીટર માટે આ કપરો કાળ ચાલી રહ્યો છે, પહેલા એલન મસ્ક સાથેનો સોદો ફેલ થયો, બોટ્સની સાચી માહિતી આપી ના શકવા બદલ દુનિયામાં ટ્વીટરની કીરકીરી થઈ અને હવે ટ્વીટરના 54 લાખથી વધુ યુઝર્સના ડેટાની ચોરીના અહેવાલ, ચોક્કસથી ટ્વીટર માટે આ મોટો ઝટકો સાબિત થઈ રહ્યો છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને યુઝરને આશ્વત કર્યા છે કે તેમણે ગભરાવાની જરૂર નથી તેમનો ડેટા સુરક્ષિત છે.

Advertisement

संबंधित पोस्ट

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

જોસ બટલરએ કોહલીના પક્ષમાં કહ્યું “હું હેરાન છું કે આજે તમારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.” 

Shanti Shram

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી Ola અને Uber ના ભાવ માં પણ થયો વધારો

shantishramteam

આવતીકાલથી સરકારના નવા નિયમોનું પાલન નહીં થાય તો Facebook, Instagram અને Twitter થઇ શકે છે બંધ

shantishramteam

શું ચીને બનાવ્યો કોરોનાવાયરસ ? :દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ કહ્યું- લેબમાંથી લીક થયેલ વાયરસ ની થિયરીને ગંભીરતાથી લેવી જોઈએ, હમણાં એને નકારી શકાય એમ નથી

shantishramteam

ધરતીકંપ / રાજસ્થાનથી લઇને લદ્દાખ સુધી ભૂકંપના ઝટકા, બિકાનેરમાં 5.3ની તીવ્રતાથી ધરતી હલબલી ઉઠી

shantishramteam