Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ટેકનોલોજી

આ કંપની પાસે છે ત્રણ એવા સસ્તા પ્લાન જેની કિંમત છે 100 રૂપિયાથી ઓછી, મળશે અનલિમિટેડ કોલિંગ

100 રૂપિયાથી ઓછી કિંમતના આ 3 પ્લાનમાં યુઝર્સને ડેટા, કોલિંગ અને SMS બેનિફિટ્સ મળે છે. જો કે, ત્રણેય પ્લાનમાં સરખી સુવિધા નથી. ચાલો જાણીએ આ પ્લાનમાં મળતા બેનિફિટ અને વેલિડિટીની વિગતો

ટેલિકોમ કંપનીઓના પ્લાન મોંઘા થતા જાય છે. ત્યાર બાદ પણ કેટલીક કંપનીઓના પોર્ટફોલિયોમાં સસ્તા પ્લાન છે. BSNL આવી જ એક કંપની છે. આમ તો કંપની પાસે 4G નેટવર્ક નથી જે અનેક ઘણા કસ્ટમરને નિરાશ કરે છે. પરંતુ જે લોકોની પ્રાયોરિટી ડેટા નથી તેમના માટે BSNL એક બેસ્ટ ઓપ્શન છે.

Advertisement

કંપની રૂપિય 100 થી ઓછી કિંમતમાં ઘણા પ્લાન ઓફર કરે છે, જે સારી સ્પેશિયલ વેલિડિટી સાથે આવે છે. જો તમારું ધ્યાન વોઇસ કોલિંગ પર છે, તો BSNL તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.

તમે ખૂબ જ ઓછી કિંમતે BSNL સિમ એક્ટિવ રાખી શકો છો. કંપનીના સસ્તા પ્લાનમાં પણ તમને કોલિંગની સાથે ડેટા અને SMSનો બેનિફિટ મળે છે. આવો જાણીએ આ પ્લાન્સ વિશે

Advertisement

BSNL 87 રૂપિયામાં શું આપે છે

BSNLના 87 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને અન્ય બેનિફિટ મળે છે. આમાં કસ્ટમરને દરરોજ 1GB ડેટા મળે છે.

Advertisement

વેલિડિટી સમાપ્ત થયા પછી યુઝર્સને 40 kbpsની સ્પિડે ઇન્ટરનેટ મળતું રહેશે. આમાં દરરોજ 100 SMS મળે છે. આ સાથે યુઝર્સને ગેમિંગ બેનિફિટ્સ પણ મળે છે.

100 રૂપિયા હેઠળનો બીજો પ્લાન

Advertisement

કંપનીનો બીજો સસ્તો પ્લાન 97 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 18 દિવસની વેલિડિટી મળે છે. કસ્ટમરને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે દરરોજ 2GB ડેટા મળે છે.

રોજની વેલિડીટી સમાપ્ત થયા પછી યુઝર્સને 80 કેબીપીએસની ઝડપે ઇન્ટરનેટ મળશે. કસ્ટમરને ફ્રી કોલર ટ્યુન મળશે. આમાં SMS બેનિફિટ મળતા નથી.

Advertisement

આ લિસ્ટનો ત્રીજો પ્લાન

આ લિસ્ટમાં ત્રીજો પ્લાન 99 રૂપિયાનો છે. આ પ્લાનમાં 18 દિવસની વેલિડિટી પણ મળે છે. જોકે પહેલા આ રિચાર્જ 22 દિવસની વેલિડિટી સાથે આવતું હતું.

Advertisement

જેમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ બેનિફિટ અને પર્સનલ રિંગ બેક ટ્યુન ફેસિલિટી મળે છે. આ પ્લાન કોઈ ડેટા અને SMS બેનિફિટ વગર આવે છે.

Advertisement

संबंधित पोस्ट

22 કલાકની બેટરી લાઈફ સાથે બજેટ વાયરલેસ નેકબેન્ડ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Shanti Shram

16 જૂનથી સોનાનાં દાગીના ખરીદતા પહેલાં આ માર્ક તપાસવાનું ભૂલશો નહિ

shantishramteam

ગુજરાત સાયબર એક્સપર્ટ પોલીસ સજ્જ, ખોટી અફવા ફેલાવનારાં સાવધાન !!!

Shanti Shram

ગુગલ ક્રોમના આ અપડેટથી સર્ચિંગ અને ડાઉનલોડીંગ થશે વધુ સરળ, જાણો શું છે આ અપડેટ ??

shantishramteam

“Reliance Jio” ને ટક્કર આપવા ઇન્ટરનેટની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે TATA , જાણો શું છે સમગ્ર પ્લાન…

shantishramteam

સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો થશે ઉપયોગ

shantishramteam