Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ચોમાસામાં માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ વધતા પશુઓમાં લમ્પી સ્કીઝ ડિસિઝે દસ્તક દીધી છે. ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપસેરો થતાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે

ચોમાસામાં માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ વધતા પશુઓમાં લમ્પી સ્કીઝ ડિસિઝે દસ્તક દીધી છે. ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપસેરો થતાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે અને લમ્પી વાયરસના ખાતરાને ઘ્યાનમાં રાખી પશુઓમાં રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. ગારિયાધાર અને ઉમરાળા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો સામે આવ્યો હતો. જેના કારણે જિલ્લા પશુપાલન વિભાગે આ રોગને જિલ્લામાં પ્રસતો અટકાવવા માટે છેલ્લા અઠવાડિયાથી રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. આ માટે ૧૯૬૨ ની સેવા પણ જ્યારે ફોન કરવામાં આવે કે તુરંત હાજર હોય છે. લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરો અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ, દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પશુઓને ઝડપી રસીકરણ માટે વધુ બે લાખ નવા ડોઝની પણ સરકાર દ્વારા ખરોદી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ રોગને ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. આ રોગમાં પશુઓને સામાન્‍ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરોર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. સામાન્ય રોતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી સંગ છે જે અસર કરતાતરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.

Advertisement

संबंधित पोस्ट

ગીફ્ટો લેવા બનાવી હતી 35 ગર્લફ્રેન્ડ, પોલીસે કરી ધરપકડ…

shantishramteam

કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું

Shanti Shram

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin

90 વર્ષીય મહિલા જોડે 240 કરોડ રૂપિયાની ઠગાઈ, 19 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ !!

shantishramteam

1979 માં પણ રોકેટ ભારત પર ત્રાટકવાનું હતું, જાણો આખી ઘટના

shantishramteam

શાંતિશ્રમ ન્યુઝ ૨૯-૦૪-૨૦૨૧

Shanti Shram