Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન આજે સાંજે ૪ વાગ્યે બેઠકનું આયોજન

“હર ઘર તિરંગા”ના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન આજે સાંજે ૪ વાગ્યે બેઠકનું આયોજન:”હર ઘર તિરંગા” અંતર્ગત સતત ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકશે પ્રત્યેક નાગરિકના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી દેશભરમાં આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે ત્યારે સતત ત્રણ દિવસ સુધી રાષ્ટ્રધ્વજ આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન થઇ રહ્યું છે. ત્યારે ભાવનગરમાં આ ત્રિ-દિવસીય કાર્યક્રમ “હર ઘર તિરંગા”ના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે આવતી કાલે રવિવારે સાંજે ૪ વાગ્યે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ તેમજ વિવિધ પદાધિકારી અધિકારીશ્રીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવાનું આહવાન કર્યું છે. દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જનજાગૃતિ અભિયાન ભાગરૂપે આવતી કાલે આ બેઠક આયોજિત કરાઈ છે. મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં પદાધિકારીશ્રી- અધિકારીશ્રી તેમજ સૌ આગેવાનોને આ માટે જરૂરી વ્યવસ્થા માટે માર્ગદર્શન આપશે. ભાવનગર જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઔદ્યોગિક સ્થળો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્થાઓ સહિત તમામ સાર્વજનિક સ્થળો પર તા.૧૩ ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવામાં આવશે. જે તા.૧૫ ઓગસ્ટે સાંજે માનભેર ઉતારવામાં આવશે. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય નહિ તેની ખાસ તકેદારી સ્વરૂપે કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક કે કાગળના તિરંગા ફરકાવે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. આ ઐતિહાસિક કાર્યક્રમને પગલે રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી માટે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે તે માટે તાલીમનું આયોજન કરવા સૂચના આપવામાં આવશે. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે બસ સ્ટેન્ડ પર સ્ટોલ, જિલ્લાની વાજબી ભાવની દુકાનો, દુધ મંડળીઓ અને એપીએમસી ખાતેથી પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત કેન્દ્રીય શિક્ષણ મંત્રી

Shanti Shram

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જીતુ વાઘાણીએ જાહેર કરી દીધા CM

Shanti Shram

એમએસડબલ્યુના છેલ્લા સેમે.નું પરિણામ જાહેર કરો : એનએસયુઆઇ રજૂઆત કરી

Shanti Shram

પાલનપુર ખાતે કોલેજ ઓફ સાયન્સ અને કોમર્સ કોલેજ દ્રારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

Shanti Shram

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે સાંજે ૦૫ વાગ્યે કાલિદાસ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Shanti Shram

વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું વર્કશોપનું આયોજન કરાયું

Shanti Shram