Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
કોરોના

ભાવનગર શહેરના શહેર અને ગ્રામ્ય કક્ષાએ 24 કલાકમાં 25 પોઝિટિવ દર્દી શહેરમાં 24 અને ગ્રામ્ય કક્ષાએ 1 કેસ, ગ્રામ્યમાં 14 દર્દી કોરોનામુક્ત

ભાવનગર શહેરના શહેર અને ગ્રામ્ય કક્ષાએ 24 કલાકમાં 25 પોઝિટિવ દર્દી શહેરમાં 24 અને ગ્રામ્ય કક્ષાએ 1 કેસ, ગ્રામ્યમાં 14 દર્દી કોરોનામુક્ત ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક દિવસમાં કોરોના પોઝિટિવના કુલ 25 નવા કેસ મળ્યા હતા. જેમાં 24 કેસ ભાવનગર શહેરમાં અને એક કેસ ગ્રામ્ય કક્ષાએ નોંધાયો હતો. આજે ગ્રામ્ય કક્ષાએ 14 દર્દો કોરોનામુક્ત થયા હતા. હવે શહેરમાં 153 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 74 મળીને કુલ 227 દર્દી કોરોનાની સારવારમાં છે. ભાવનગર શહેરમાં આજે જે દર્દી નોંધાયા તેમાં નર્સિંગ હોસ્ટેલ અકવાડામાં 20 વર્ષીય યુવતી, સુભાક્ષનગરમાં 53 વર્ષીય મહિલા, ઇન્ટર્ન હોસ્ટેલમાં 26 વર્ષીય યુવક, અવધનગરમાં 48 વર્ષીય મહિલા, અમરદીપ સોસાયટીમાં 67 વર્ષીય વૃદ્ધા, દીપક ચોકમાં 42 વર્ષીય મહિલા, આનંદગારમાં 61 વર્ષીય વૃદ્ધ, આનંદનગર એમઆઇજી-2માં 40 વર્ષીય મહિલા, ખેડૂતવાસમાં 19 વર્ષીય યુવતી, આદર્શનગરમાં 19 વર્ષીય યુવતી, જીએમડીસી પાછળ 45 વર્ષીય પુરૂષ, જલારામ સોસાયટીમાં 41 વર્ષીય પુરૃષ, હરિઓમનગરમાં 46 વર્ષીય પુરૂષ, ભરતનગરમાં 27 વર્ષીય યુવતી, કામિનીયાનગરમાં 26 વર્ષીય યુવક, સિદસર રોડ પર 70 વર્ષીય વૃદ્ધ, તિલકનયર ડાયમંડ ચોક વિસ્તારમાં 64 વર્ષીય વૃદ્ધા, કાળિયાબીડમાં 85 વર્ષીય વૃદ્ધા, રબ્બર ફેકટરી વિસ્તારમાં 53 વર્ષીય પુરૂષ, રામતીર્થ સોસાયટીમાં 56 વર્ષીય પુરૂષ, વૃંદાવન સોસાયટીમાં 32 વર્ષીય પુરૂષ, ચિત્રા બેન્ક કોલોનીમાં 62 વર્ષીય વૃદ્ધ, શિવાજી પાર્કમાં 47 વર્ષીય પુરુષ તથા વડવા નવી ગરાસીયા વાડમાં 26 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. આજે પાલિતાણાના ભરટીંબા ગામ ખાતે 24 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. આ ઉપરાંત આજે જે દર્દી કોરોનામુક્ત થયા તેમાં લાખણકામાં 2, ભડભડીયામાં 2, ગુંદીમાં 1, નવા રતનપરમાં 1, કુડામાં 1, કોળિયાકમાં 2,ઘોઘામાં 3 અને વરતેજમાં 1 દર્દીનો સમાવેશ થાય છે.

Advertisement

संबंधित पोस्ट

કોઇને રિક્ષામાં તો કોઇને જાહેરમાં પડેલા બાંકડા ઉપર સારવાર, ભાભરમાં દર્દીઓની ખરાબ હાલત

Shanti Shram

Black Fungus નો અલગ જ કિસ્સો આવ્યો સામે ,નાના આંતરડામાં મળ્યો મ્યુકોરમાઇકોસિસ

shantishramteam

એલોપથી પર બાબા રામદેવના નિવેદનોનો વિરોધ કરતા આજે “Black Day” ઉજવી આંદોલન કરી રહ્યા છે ડોક્ટર્સ

shantishramteam

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા.

Shanti Shram

કેન્દ્રએ કહ્યું, હવે 18+ના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી, ડૉ.જયંતિ રવિ બોલ્યાં, ગુજરાતમાં જે પ્રક્રિયા છે એ જ યથાવત રહેશે

shantishramteam

શું ફરી પાછો આવશે કોરોના ? સુરત જીલ્લામાં ૬ કેસ કોરોનાના કેસ નોંધાયા

Shanti Shram