



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા NGES કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરાયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . જેના ભાગરૂપે પાટણ શહેરના એન . જી . ઇ . એસ કેમ્પસમાં આવેલ કોલેજોમાં શ્રી અને શ્રીમતિ પી . કે . કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં કોલેજના એન . એસ . એસ અને ઇકો ક્લબ યુનિટના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં કુલ ૭૭ ભાઈઓ અને ૮૨ બહેનો મળી કુલ ૧૫૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાં કોલેજના મેઘન ખાતે લીમડા , કણજી , જાંબુ , આસોપાલવ , જામફળ , ચીકુ , કણજા વગેરે જેવા કુલ મળી ૨૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા . આ કાર્યક્રમનું સંચાલન એન . એસ . એસ પ્રોગ્રામ ઓફિસર ડો . અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડો . ભરતભાઈ ચૌધરીએ હાજર રહી વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો લલિતભાઈ પટેલના માર્ગદર્શન સફળતાપૂર્વક યોજાયો હતો