Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

અમિત શાહની મોટી જાહેરાત – માણસામાં નજીકના ભવિષ્યમાં અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે

ગુજરાતના બે દિવસ દરમિયાન પ્રવાસે આવેલા અમિત શાહે માણસામાં નવી જાહેરાતો આગામી સમયના વિકાસના કામોને લઈને કરી હતી. માણસામાં લાયબ્રેરીની ભેટ આપતા અમિતભાઈ શાહે કહ્યું હતું કે, માણસાની આ લાયબ્રેરી આજે વિશ્વની ૩૦ લાયબ્રેરીઓ સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાઈ છે. માણસાના યુવાનો બ્રિટિશ લાયબ્રેરી, અમદાવાદની એમ.જે.

લાયબ્રેરી કે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી સાથે અહીં બેઠા જોડાઈ શકશે. તા. ૩૧  ઓગસ્ટ થી માણસાની લાયબ્રેરી ઓનલાઈન થશે. આ પ્રકારે માણસાના યુવાનો લાખો પુસ્તકોનો લાભ લઈ શકશે.

Advertisement

અમિતભાઈ શાહે કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય દેશમાં કારખાના કેટલા છે, દેશની સેના કેટલી મોટી છે કે, દેશ કેટલો ટેક્સ વસૂલ કરે છે તેના પર આધારિત નથી, પરંતુ દેશમાં લાયબ્રેરીનો લાભ કેટલા યુવાનો લે છે તેના પરથી નક્કી થાય છે. પૂર્વજોના આશીર્વાદથી માણસાની લાયબ્રેરીની ક્ષિતિજો વિસ્તરી છે, માણસાની લાયબ્રેરીમાં આજે ૧૦ કોમ્પ્યુટર છે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા થાય એટલે તરત જ ૪૦  કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવશે. માણસાના યુવાનોને આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા તેમને અનુરોધ કર્યો હતો.

અમિતભાઈ શાહે કહ્યું હતું કે માણસામાં નજીકના ભવિષ્યમાં જ અતિ આધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે. આ માટે માણસાના નાગરિકોને જવાબદારી ઉઠાવી લેવા તેમને આહવાન કર્યું હતું. માણસાની દૈનિક દસ લાખ લિટર પાણીની જરૂરિયાતને પૂરી કરવા પાણી પુરવઠા યોજનાને આકાર અપાઈ રહ્યો છે. એટલું જ નહીં માણસા-બાલવા માર્ગ ૪૦ કરોડના ખર્ચે ફોર લેન થઈ રહ્યો છે. માણસાની ગટર યોજનાનો રુ. ૫૦ કરોડના ખર્ચે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અંદાજે ૫૦૦૦ ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પણ માણસા નગરપાલિકાએ કરી છે.  તેમણે કહ્યું હતું કે, આવનારા સમયમાં ખૂબ જ નજીકના ભવિષ્યમાં ૧૩ પ્રકારની સહકારી યોજનાઓના લાભો માણસામાં સાકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં માણસામાં કોઈ જ સુવિધા બાકી ન રહે એવી વ્યવસ્થા કરવા માટે તેમણે સૌને આહવાન કર્યું હતું.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા આજે યંગ અને ભણેલા વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠ્યું,એક દિવસ માટે રોહન રાવલ CM

Shanti Shram

તાલુકા પંચાયતના સભ્ય મનસુખભાઇ વણપરીયાની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત ચાંદ્રાવાડીને એક ટ્રેક્ટર અને ટ્રોલી ફાળવાઈ

Shanti Shram

મિશેલે બે અધિકારીઓ માટે 92 લાખની એર ટિકિટ ખરીદી હતી

Shanti Shram

પંજાબમાં ખેડુતોને બચાવી લીધેલા ભાજપના નેતાઓ

shantishramteam

ગુજરાત માં આવતીકાલથી ત્રણ દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ મહેમાન ગતિએ, જાણો પુરા કાર્યક્રમ વિષે…

shantishramteam

રેતીમાંથી UPમાં ફરી મૃતદેહો મળ્યા:હવે પ્રયાગરાજ અને રાયબરેલી માં સેંકડો મૃતદેહો ગંગા કિનારેથી મળ્યા ; પરિવારે કહ્યું- અંતિમસંસ્કાર કરવા માટેના પણ રૂપિયા નહોતા.

shantishramteam