Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

ગુજરાત મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુનેગારો પર સકંજો કસવા કહી આ વાત

ગુજરાત પોલીસને અત્યાધુનિક બનાવવા તથા રાજ્યના નાગરિકોની સુરક્ષા-સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અભિનંદન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ પાઠવ્યા હતા. ગુજરાતમાં આવેલા અમિત શાહે વિવિધ લોકાર્પણ અને ઈ એફઆઈઆર સહીતની સેવાઓ શરુ કરાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારીત નવી પહેલ થકી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિતભાઈ શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકીકરણ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલ્વે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ. સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સુચન કર્યુ હતુ.

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામા ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી. આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ – કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફ.આઇ.આરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી. ઈ-કોપથી ત્રિનેત્ર સુધીની ગુજરાત પોલીસની અદ્યતન થવાની યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી

Shanti Shram

જાણો વડોદરાના વેપારીઓનો વલોપાત : લોકડાઉન આગળ ના લંબાવવાની માંગ

shantishramteam

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin

શું આ વર્ષે રથયાત્રા નીકળશે?: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પૂજન કરાયું, જળયાત્રા યોજવા નિર્ણય લેવાયો નથી

shantishramteam

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા પાલનપુર, ડીસા, દિયોદર, ભાભરમાં જન આશીર્વાદ યાત્રા નુ ભવ્ય સ્વાગત અને કાંકરેજ ના ટોટાણા ખાતે ભવ્ય સમાપન થયું

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૮-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram