Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ

અમદાવાદમાં ફરી કેફી દ્રવ્ય પકડાયું, કાલુપુરમાંથી 7 શખ્સની ધરપકડ કરાઈ

ગૃહવિભાગ દ્વારા ડ્રગ્સ નાબૂદી માટેનું અભિયાન રીતસરનું છેડી દેવામાં આવ્યું છે. કડકાઈ દાખવતા અમદાવાદમાં કેફી દ્રવ્યોની હેરાફેરી કરનારને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાંથી ગાંજા સાથે 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કાલુપુર પાસે પોલીસે 39 કિલો ગાંજા સાથે 7 શખ્સની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. એક બાજુ દરીયાઈ સરહદ પર કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ એજન્સીઓ, પોલીસ દ્વારા પેડલર અને કેફી દ્રવ્યોની હેરફેરી કરનારને દબોચી લેવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ અમદાવાદમાં ગાંજો વેચાય એ પહેલા જ આ શખ્સોની ધરપકડ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

મોડી રાત્રે કાપડ માર્કે પાસેથી ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. 39 કિલો ગાંજો 3.96 લાખની કિંમતનો પકડાયો હતો. રામદેવનગર ગુલબાઈ ટેકરા પાસે લઈ જવાનો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાલે એલસીબીની ટીમે 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે દંપત્તિની ધરપક કરી હતી ત્યારે ફરી આજે આ ગાંજા સાથે 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ વિવિધ વિસ્તારોની અંદર કેફી દ્રવ્યો સાથે અન્ય શખ્સોની ધરપક કરાઈ છે. આમ અમદાવાદમાં છાસવારે આ પ્રકારે ડ્રગ્સ, ગાંજાની હેરાફેરીની ઘટનાઓ સામે આવતા હેરાફેરી કરનારને પકડી પાડવામાં આવી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

सारा तेंदुलकर और शुभमन गिल ने एक जैसे कैप्शन के साथ शेयर की तस्वीर, दोनों हो गए ट्रोल

Admin

અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત,

Shanti Shram

અમદાવાદ છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માંગતા લોકોને મોટી રાહત, 21 ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે.

Shanti Shram

અમદાવાદ થી કાકેરનો પગપાળા યાત્રા સંઘ

Shanti Shram

Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, આજે 1046 નવા કેસ નોંધાયા

Shanti Shram

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

Admin