Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

મર્હુમ અહેમદ પટેલ ના પુત્રી મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની શક્યતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સત્તાવાર સક્રિય થઇ શકે છે,મર્હુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ..?

વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે,જેની સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે,પરંતુ આ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ ભાઈ પટેલની દીકરી મુમતાઝ પટેલ સતત મિડિયા અને સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ચર્ચાઓમાં આવી રહી છે,અહેમદ ભાઈ પટેલ ના અવસાન બાદ તેઓનો રાજકીય વારસો તેઓના દીકરા ફૈઝલ પટેલ અથવા દીકરી આગળ વધારશે તેવી અટકળો શરૂ થઇ હતી પરંતુ જે તે વખતે પત્રકારો સમક્ષ અહેમદ પટેલના બંને સંતાનોએ સક્રિય રાજકારણ થી દુર રહેવાની વાત કહી હતી,

Advertisement

તાજેતરમાં જ તીસ્તા સેટલવાડ ના મામલે SIT ના રિપોર્ટ માં અહેમદ પટેલનું નામ ઉછડયા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો તે વચ્ચે પણ પ્રતિકાર રૂપી નિવેદનો મુમતાઝ પટેલ તરફ થી સોશિયલ મિડિયા અને મિડિયા માધ્યમો થકી આપી વિરોધી ઓની બોલતી બંધ કરી હતી જે બાદ થી સતત પોતાના ટ્વીટર હેન્ડલ પર મુમતાઝ પટેલ સક્રિય રાજકારણની ભુમિકા માં નજરે પડી રહ્યા હોય તેમ એક બાદ એક તેઓની છેલ્લા ૧૫ દિવસ માં થયેલ ટ્વીટ પોસ્ટ ઉપરથી કહી શકાય તેમ છે, મુમતાઝ પટેલે એક પોસ્ટ માં લખ્યું છે કે “વો દિન દૂર નહિ જબ એક ડોલર મૈં એક લીટર પેટ્રોલ મિલેગા..અચ્છે દિન આને વાલે હૈ….તેમ લખી પટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અને મોંઘવારી બાબતે સરકાર પર નિશાન સાંધ્યું હતું,

તો બીજી એક પોસ્ટ માં તેઓએ કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ તાજેતરમાં જ આપેલા એક નિવેદન બાદ થયેલ વિવાદ વચ્ચે તેઓએ પોસ્ટ મૂકી હતી કે “કોંગ્રેસ પાર્ટીબધા સમાજ અને ધર્મો માં વિશ્વાસ કરે છે,નેતૃત્વ એ હંમેશા બધા સમાજ ને સન્માન આપ્યું છે,અને બધાને જોડવાનું કામ કર્યું છે,અને નેતૃત્વ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાત માં પાટીદાર સમાજ પણ આખા સમાજ નો એક હીસ્સો છે,પ્રજાને કોંગ્રેસ થી ઘણી ઉમ્મીદો છે,તેમ જણાવી તેઓએ પાર્ટી ને પણ ચોક્કસ એક મેસેજ આપ્યો હતો, હાલ મુમતાઝ પટેલ સક્રિય રાજકારણ થી તો દૂર છે,તેઓ અનેક સામાજીક કાર્યો પોતાના ફાઉન્ડેશન થકી કરી રહ્યા છે,પરંતુ તેઓએ હવે છેલ્લા ઘણા સમય થી રાજકીય માહોલ ની નજીક જવાની પણ કોશિશ શરૂ કરી છે જે બાદ રાજકીય પંડિતો માની રહ્યા છે કે કદાચ મુમતાઝ પટેલ આવનારી વિધાનસભા ની ચૂંટણીઓમાં સક્રિય રાજકારણી ભૂમિકા ભજવી પ્રચાર પ્રસાર અથવા કોંગ્રેસ પક્ષ ના કોઈ હોદ્દા પર આવી શકે તેમ છે,તો કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે જો તેઓ રાજકારણ માં પ્રવેશ કરશે તો ચૂંટણીમાં પણ ઉમેદવાર તરીકે કોઈ બેઠક પરથી ઝંપલાવી શકે છે,

Advertisement

હાલ આ સમગ્ર ચર્ચાઓ જો અને તો વચ્ચે છે પરન્તુ મુમતાઝ પટેલે આ અંગે કોઈ સત્તાવાર વિચાર કર્યા છે કે કેમ તે તેઓ જ જણાવી શકે તેમ છે,પણ અહીંયા એક વાત ચોક્કસ છે કે મુમતાઝ પટેલ ના સક્રિય રાજકારણમાં એક્ટિવ થવાની ઉમ્મીદો તેઓના કેટલાક સમર્થકો ઈચ્છે છે,તે વાત પણ ચર્ચાઈ રહી છે,તેવામાં આગામી દિવસોમાં શુ મુમતાઝ પટેલ ભરૂચ જિલ્લામાં સહિત રાજ્યમાં કોંગ્રેસ પક્ષ માટે વોટ લેવા ફરશે,?શુ તેઓ સક્રિય રાજકારણી ની ભૂમિકામાં આવશે,?તેવી અનેક ચર્ચાઓ હાલ તો તેઓની સક્રિયતા ઉપર થી કહી શકાય તેમ છે,

Advertisement

संबंधित पोस्ट

દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાયેલ સાઇકલ રેલીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું 

Shanti Shram

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા. Chief Justice of Gujarat High Court

Shanti Shram

ગુજરાત માં આવતીકાલથી ત્રણ દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ મહેમાન ગતિએ, જાણો પુરા કાર્યક્રમ વિષે…

shantishramteam

સાંસદ પ્રભુ વસાવા ઝાલોદ ના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા

Shanti Shram

PM મોદી સાથે જમ્મુ કાશ્મીર ના નેતાઓની બેઠક અગાઉ જમ્મુમાં મહેબૂબા મુફ્તી એ કર્યું વિરુદ્ધ પ્રદર્શન

shantishramteam

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Shanti Shram