Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બે દિવસ દિલ્હી દરબારમાં, રાષ્ટ્રપતિના શપથ વિધીમાં પણ લેશે ભાગ

ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ જેટલો સમયગાળો નથી થયો ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે. ત્યારે નવા મંત્રીમંડળની સરકાર માટે આ ચૂંટણી પણ મહત્વની પૂરવાર થઈ શકે છે.

ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીનો પણ આવતી કાલથી બે દિવસનો દિલ્હી પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં બેઠક મળવા જઈ રહી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. ચૂંટણી લક્ષી ઔપચારીક ચર્ચા આ દરમિયાન થઈ શકે છે. ખાસ કરીને આ બેઠકની અંદર અમિત શાહની પણ ઉપસ્થિતિ રહેશે. ગુજરાતના સીએમ ઉપરાંત દેશના અન્ય ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ

Advertisement

આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક ઉપરાંત બીજા દિવસે નવા રાષ્ટ્રપતિનો શપથવિધીનો સમારોહ પણ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે તેમાં મુખ્યમંત્રી હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન સાથે પણ તેમની મુલાકાત યોજાઈ શકે છે. આ બેઠકમાં વડાપ્રધાન પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી શકે છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારની અત્યાર સુધીની કામગિરીને લઈને પણ પ્રેઝન્ટેશન થઈ શકે છે આ ઉપરાંત ચૂંટણી લક્ષી તમામ મુદ્દાઓ પણ મહત્વના ચર્ચાઈ શકે છે.

Advertisement

संबंधित पोस्ट

કન્વેન્શન હોલમાં બનાવવામાં આવી રહ્યું છે કોવિડ હોસ્પિટલ, ICU સુવિધા સાથે સજ્જ 2 અઠવાડિયામાં થઈ જશે શરૂ.

shantishramteam

ચાંદખેડા અમદાવાદ મધ્યે BJP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું

Shanti Shram

બારડોલીના માણેકપોર નજીકથી વિદેશી દારૂ ભરેલા પીકઅપ સાથે એકની ધરપકડ

Shanti Shram

શિક્ષિકા બની શેતાન લાકડી તૂટી ગયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્યો માર

Shanti Shram

ભાભર માં ચોરી ની ઘટના.. Bhabhar robbery banaskanatha

Shanti Shram

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ અને અક્ષય કૃષિ પરીવારના નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન Vallabhbhai Kathiria

Shanti Shram