Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રોજગારી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૬ જુલાઈએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૬ જુલાઈએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૬ જુલાઈ, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં રાજ્યના ખાનગી ક્ષેત્રના એકમ ગોપાલ સ્નેક્સ પ્રા.લી. રાજકોટ માટે ૧૮-૪૫ વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૦૮ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતાં ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત શિવશક્તિ બાયોટેકનોલોજીસ લિમિટેડ અમદાવાદ માટે ઉંમર ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ ફક્ત પુરૂષ ઉમેદવારો ઉમેદવારો ભાગ લઈ શકશે.

Advertisement

રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

Advertisement

संबंधित पोस्ट

મોટી આદરજ ગામને સહકાર ક્ષેત્રમા મોડલ બનાવવામાં આવશે. Moti Adaraj in Gandhinagar

Shanti Shram

જામનગરના ગ્રામીણ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પ્રોત્સાહિત કરવા સખી મેળાનું આયોજન

Shanti Shram

બનાસકાંઠામાં ખેડૂતોને નવી મુશ્કેલી પીયત મામલે સરકારની અણઘડ નીતિ

Shanti Shram

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાંધીનગર અને માણસા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે.

Shanti Shram

પાટણમાં 10 હજાર જગ્યાઓ સામે ધો -10 માં 9126 બાળકો પાસ થતા સરળતાથી પ્રવેશ મળશે

Shanti Shram

 દીઓદર તાલુકામાં ઠાકોર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ ૬૦ ગામો માં પરિભ્રમણ કર્યું.

Shanti Shram