Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પાટણ રાજકારણ

EDએ સોનિયા ગાંધીની પુછપરછ કરતા પાટણ માં કોંગી MLA સહિત કાર્યકરોએ કલેક્ટર કચેરી સામે ધામા નાખ્યા

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી ને નેશનલ હેરાલ્ડ કેસ માં ઈ.ડી. દ્વારા નોટિસ આપીને પૂછપરછ માટે ગુરુવારે બોલાવવા માં આવ્યા હતા. જેને લઈ ને દેશભર માં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે શુક્રવારે પાટણ કલેક્ટર કચેરી સામે ધારાસભ્ય કિરીટ પટેલ ની અધ્યક્ષતા માં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવા માં આવ્યા હતા. કોગ્રેસ ના કાર્યકરો એ ધરણા કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ અંગે પાટણ ના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જે સરકાર અને ભાજપ વિરોધી વાત કરે છે તેને ED, CID નો ઉપયોગ કરી દબાવવા માં આવે છે. રાહુલ ગાંધી ની પૂછ પરછ કરી ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંધી ના સમર્થન માં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે સરકાર દ્વારા આવી એજન્સી ઓ નો દૂર ઉપીયોગ કરી સમન્સ પાઠવવા આવશે, આવા કેસ માં પક્ષના નેતાઓ ને ફસાવવા માં આવશે તો અમે દેશભર માં વિરોધ પ્રદર્શન કરીશું.

Advertisement

संबंधित पोस्ट

ભારત સરકારની કેબિનેટ માં ફેરફાર ? કોને મળશે ચાન્સ

Shanti Shram

ફટાફટ ખરીદી કરો! બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

Shanti Shram

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો : 24 કલાકમાં 7000થી પણ વધારે કેસ

Shanti Shram

બનાસડેરી ચેરમેન-વાઇસ ચેરમેન ચૂંટણી- શંકરભાઈ ચૌધરી બિનહરીફ

Shanti Shram

આજથી બે દિવસ માટે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે, સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું આજે થશે લોકાર્પણ

Shanti Shram

કોંગ્રેસની એકતાનો મોટો સવાલ હજુ બાકી ?

Shanti Shram