Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પાટણ

પાટણ-ચાણસ્મા ના 20 કિમી ના હાઈવે પર 60 ખાડા જોવા મળ્યા

પાટણથી ચાણસ્મા મુખ્ય હાઈવે રસ્તા ઉપર વરસાદના કારણે ધોવાણ થતા ઠેર ઠેર રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી જતા તેમજ કપચીઓ ઉખડી રસ્તા ઉપર પથરાયેલ હોય પસાર થતા વાહન ચાલકોને ખાડાઓમાંથી પટકાઈને જ પસાર થવાનો વારો આવ્યો છે. રસ્તા ઉપર મોટા ખાડાઓ હોય વાહનો પટકાતા ચાલકોની કમર તૂટી રહી હોય ઉપરાંત સાધનોને નુક્સાન થઈ રહ્યું છે. પાટણથી મહેસાણા જવાનો મુખ્ય માર્ગ હોય પાટણ થી ચાણસ્મા સુધી અવરજવર કરતા બસ સહિતના મોટા વાહનો રાત્રી દરમિયાન ખાડામાં પટકાતા સ્ટીયરીંગ ઉપરના કાબુ ચાલકો ગુમાવી રહ્યા છે.

રોજ અપડાઉન કરતા પાટણના એક ચાલક સ્નેહલ પટેલે જણાવ્યું હતુ કે 20 કિમીના આ રોડ પર અંદાજે 60 થી વધુ નાના મોટા ખાડાઓ પડેલા હોય વરસાદી માહોલમાં અકસ્માતો પણ બની રહ્યા છે. જેથી તંત્ર દ્વારા સત્વરે ખાડાઓનું રિપેરિંગ કામ હાથ ધરાય તો જીવલેણ અકસ્માતો પણ બનવાની સંભાવના જોવા મળી રહી છે.

Advertisement

કારચાલક ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે પાટણ-ચાણસ્મા હાઈવે ઉપર ખીમિયાણાથી વાવડી વચ્ચે તળાવ નજીકના રોડ ઉપર પાટણથી ચાણસ્મા જતી સાઈડનો રોડ બિસમાર હાલતમાં હોય વાહન ચાલકને રોંગ સાઈડમાં ચાલવાની ફરજ પડતી હોય છે તે રાત્રિ દરમિયાન મોટો અકસ્માત સર્જી શકે છે. આ રોડ ઉપર મોટાભાગના લોકો વાહનને નુકસાન ના પહોંચે તેને લઈને પડેલા ખાડાથી વાહન રોંગ સાઈડ જઈ ચલાવતા હોય છે તે અકસ્માત નોતરી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

ચીન પાકિસ્તાન બોર્ડરની નજીક જ બનાવી રહ્યું છે રસ્તો?

Shanti Shram

કૈલાસનગર જૈન સંઘ ના આંગણિયે માસક્ષમણ તપની અનુમોદનાર્થે તપ વધામણા નું સુંદર આયોજન થયું

Shanti Shram

ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો

Shanti Shram

ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

Shanti Shram

નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ   ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈ

Shanti Shram

રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ મહિલા દિનની ઉજવણી સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવનું સમાપન થયું

Shanti Shram