Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ

અમદાવાદમાંટ 3 દિવસ વરસાદ ના પડતા 6 ડીગ્રી ગરમી વધી, કાલથી પાકિસ્તાનના લો પ્રેશરના કારણે પડશે વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લેતા ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. 6 ડીગ્રી જેટલી ગરમી વધી છે. અગાઉ વરસાદી માહોલના કારણે ઠંડકભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ખાસ કરીને મહત્તમ તાપમાન ત્રણ દિવસનું જોવા જઈએ તો સામાન્ય કરતા 1.1 ડીગ્રી મંગળવારે વધ્યું હતું ત્યાર બાદ બુધવારથી આ તાપમાનમાં થોડો વધુ વધારો જોવા મળ્યો હતો. જેમાં 2 ડીગ્રી તાપમાન વધ્યું હતું અને મહત્તમ તાપમાન 34 ડીગ્રીથી વધુ જોવા મળ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડીગ્રી આસપાસ જોવા મળ્યું છે. ત્યારે આજે પણ ગરમી થોડી જોવા મળી રહી છે.
ત્યારે ફરીથી એકવાર ગરમીથી રાહત જોવા મળી શકે છે કેમ કે, આવતી કાલથી વરસાદ અમદાવાદમાં પડે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદમાં પાકિસ્તાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે શનિવાર અને રવિવારના રોજ વરસાદ વરસી શકે છે. આગામી 22થી 25 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી અમદાવાદમાં સિઝનનો 19 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ આગામી સમયમાં પડી શકે છે.

Advertisement

संबंधित पोस्ट

શત્રુંજય રેસીડેન્સી, અમદાવાદ મધ્યે જિનાલય ની ચોથી સાલગીરી ઉજવાઇ.

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૬-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

અમદાવાદમાં ફરી કેફી દ્રવ્ય પકડાયું, કાલુપુરમાંથી 7 શખ્સની ધરપકડ કરાઈ

Shanti Shram

અમદાવાદ થી કાકેરનો પગપાળા યાત્રા સંઘ

Shanti Shram

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 21-28 ફેબ્રુઆરીની તારીખે બે તબક્કામાં યોજાશે મતદાન. Gujarat Local body elections Date 21-28 February

Shanti Shram

ફ્લાઇટો બંધ હોવા છતાં અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ લેવાતાં પેસેન્જર્સનો હોબાળો

shantishramteam