



રાજકોટના રહેવાસી દંપતી પર ૪ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ધોકા તરવાર વડે હુમલો કર્યો. લોહીલુહાણ થઈ જતાં દંપતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મળતી વિગત મુજબ રૈયાધારનાં રહેવાસી રાજેશ ભોરાણીયા તેની પત્ની રેખા સાથે દવાખાને જઈ રહયા હતા ત્યારે ૪ શખ્સોએ તેમના પર હુમલો કર્યો. બે દિવસ પહેલા રાજેશના ભાઈ લાલા સાથે થયેલ માથાકુટનો ખાર રાખી હિંચકારો હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. બનાવની જાણ થતાં યુનિ. પોલીસ દોડી ગઈ હતી બનાવ અંગેની વધુ વિગત અનુસાર ઈન્દિરા નગ૨ મફતીયાપરામાં રહેતા રાજેશભાઈ બિજલભાઈ ભોણીયા (ઉ.વ.૪૨) અને તેમની પત્ની રેખાબેન આજ બપોરે પોતાની બાઈકમાં સવા૨ થઈ દવાખાનાના કામે જઈ રહયા હતા ત્યારે ઘસી આવેલા પિયુષ, લાલો, ધમો, સુરથારી અને અન્ય અજાણ્યા શખ્સોએ ઝગડો કરી ધોકા અને તલવારથી હુમલો ક૨તા દંપતિને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને માણસો એકઠા થઈ જતા તાત્કાલીક સા૨વા૨માં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગેની જાણ થતાં યુનિ. પોલીસ સીવીલે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લઈ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં માહીતી અનુસાર ઈજાગ્રસ્ત રાજેશના નાના ભાઈ લાલા સાથે હુમલાખોર પિયુષને રૈયાધારમાં આવેલ મચ્છીની દુકાને કોઈકા૨ણોસ૨ ઝગડો થયો હતો અને પિયુો લાલાને ધોકાથી ફટકાર્યો હતો. જે મામલે રાજેશએ મધ્યસ્થી કરી હતી જેનો ખાર રાખી હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ છે.