Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

બારડોલીની તેન ગ્રામ પંચાયતનો માજી સરપંચ અને વર્તમાન સભ્ય દારૂ સાથે ઝડપાયો

બારડોલી : બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતનો માજી સરપંચ અને વર્તમાન સભ્ય વિદેશી દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથે પકડાતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તેની પાસેથી 26 હજાર 255 રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ 39 હજાર 775 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. બાતમીના આધારે ટીમે બારડોલી  ટાઉન પોલીસ અંતર્ગત આવતા તેન ગામે નવા હળપતિવાસમાં રમેશભાઈ લાલભાઈ રાઠોડના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 236 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 26 હજાર 255 મળી આવ્યો હતો. પોલીસે રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂ ઉપરાંત દારૂ વેચાણના રોકડા રૂ. 8 હજાર 520, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 39 હજાર 775 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસે દારૂનો જથ્થો પુરો પાડનાર ચિખલીના રાજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી રમેશ રાઠોડ તેન ગામનો સરપંચ રહી ચૂક્યો છે અને હાલમાં તે ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો છે.

Advertisement

संबंधित पोस्ट

જાણો કેમ 25 એપ્રિલના દિવસને કેમ વર્લ્ડ મલેરિયા ડે તરીકે ઉજવાય છે…

shantishramteam

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

શિયાળા (WINTER) માં ગ્લોઇંગ (glowing skin) અને ગુલાબી નિખાર લાવવા માટે ફેસપેક (FACEPACK) માં બીટ મિક્સ કરો. winter face mask for glowing skin

Shanti Shram

RJ હર્ષ ભટારિયા નું  સન્માન,  રેડિયો 2piR ના RJ. હર્ષ ભટારિયા ને મુંબઈમાં યુનિસેફ દ્વારા રેડિયો ફોર ચાઈલ્ડ એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. મલ્ટી-ગ્રેમી વિજેતા સંગીતકાર અને યુનિસેફના સેલિબ્રિટી

Shanti Shram

ઓગડપુરા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો.

Shanti Shram

જગન્નાથ મંદિરે તથા સાબરમતી નદીના તટે જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી

Shanti Shram