Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

પાક જેલમાં મૃત્યુ પામેલા માછીમારોના મૃતદેહો પરત નથી મળતા, કેટલાક માછીમારો બિમાર- કોંગ્રેસ નેતાએ સીએમને લખ્યો પત્ર

પાકિસ્તાન જેલમાં બંધ 400 માછીમારો મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે સીએમને લખ્યો લેટર લખ્યો છે. તેમણે લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે, પાકિસ્તાનની જેલમાં મરી ગયેલા માછીમારોના મૃત દેહ પરીવારને મળે, જેલમાં બિમાર માછીમારોની સારવાર મામલે કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને લેટર લખ્યો છે.  આ સાથે તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પાક સિક્યોરીટી તેમને હેરાન પણ કરે છે. 5 વર્ષથી તેઓ જેલમાં જ બંધ છે. તો કેટલાક તેનાથી પણ વધુ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે.

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, 2 વર્ષ પહેલા પોરબંદર ગયેલા માછીમારોને પાક સિક્યોરીટએ પકડયા હતા. મૃત્યુ પામેલાના મૃત દેહ વતનમાં લાવવા માટે સરકારને જાણ કરી છે. આ સાથે તેમણે 4 લાખની સહાયની પણ માંગ કરી છે. મારા વિધાનસભા મતવિસ્તારના કાળુભાઈ શિયાળ કે જેઓ 2 વર્ષ પહેલા ગંગાસાગર બોટમાં ફિશિંગ કરવા ગયા અને પાક જેલમાં લઈ ગયા હતા. ગત મહિનાની 6 તારીખે અવસાન થતા મૃતદેહ વતનમાં આવે તેવી માંગ મેં પત્રમાં કરી છે. અગાઉ વાસોદ ગામના ખલાસીનું મૃત્યુ થયું ત્યારે 48 દિવસ બાદ મૃતદેહ આવ્યો હતો.

Advertisement

20થી 22 માછીમારો અત્યારે પાકિસ્તાનની જેલમાં બિમાર છે. સારવાર યોગ્ય અને તત્કાલ રીતે કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. મૃતદેહ લાવવા મામલે આગળની કાર્યવાહી કરવા માટે પણ સરકારને તેમણે પત્રની અંદર જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માછીમારોની સંખ્યા પાકિસ્તાનમાં જેલમાં વધુ છે. અગાઉ કેટલાક માછીમારોને પાક જેલમાંથી છોડવામાં પણ આવ્યા છે તો હજૂ પણ કેટલાક માછીમારો હજૂ પણ પાક જેલમાં બંધ છે. જેમાં ઘણાના મૃતદેહો જ પાકમાંથી ગુજરાત આવતા હોય છે તો કેટલાક જીવે છે કે મરી ગયા છે તેની ભાળ પણ મળતી નથી. આમ ક્યારેક માછીમારી કરવી માછીમારોને ભારે પડી રહી છે.

Advertisement

संबंधित पोस्ट

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જીઈબી ઉઘાડી લૂંટ સામે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ

Shanti Shram

ભારતને અજમાવવાની કોશિશ કરી તો જડબાતોડ જવાબ મળશે, પીએમ મોદીની ટેન્ક સવારી

Shanti Shram

એકવાર કમિટમેન્ટ કરી દીધી પછી તે પોતાની વાત પણ સાંભળતો નથી – સીએમ શિંદે

Shanti Shram

રાષ્ટ્રપતિ ચૂંટણીની મદદથી મમતા પાંચ રાજ્યોની 200થી વધુ લોકસભા બેઠકો પર નજર રાખી રહી છે

Shanti Shram

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી પ્રથમ છે અને આવનારા 30 વર્ષ સુધી ગુજરાત પ્રથમ જ રહેશે : અમિતભાઇ શાહ

Shanti Shram

ગુજરાતના ફાયર અને સેફ્ટી વિભાગના ઝાંબાઝ અધિકારીઓનું ‘ગર્વ’ એવોર્ડથી સન્માન

Shanti Shram