Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

બારડોલીના માણેકપોર નજીકથી વિદેશી દારૂ ભરેલા પીકઅપ સાથે એકની ધરપકડ

બારડોલી: બારડોલી તાલુકાનાં માણેકપોર ગામ  નજીકથી સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે પીકઅપ વાનમાંથી 1.11 લાખના વિદેશી દારૂ સાથે એક એકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ સહિત કુલ 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂ સાથે પકડાયેલો શખ્સ

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે બાતમીના આધારે બારડોલી તાલુકાનાં માણેકપોર ગામે વ્યારાથી બારડોલી તરફ જતાં રોડ પર એક પિકઅપ વાનને રોકી તલાશી લેતા તેમાંથી પોલીસને 984 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 1 લાખ 11 હજાર 600 હોવાનું જણાવ્યુ હતું. પોલીસે પિક ચાલક જીતેન્દ્ર ઉર્ફે ભૈયા લાલામણિ સોનવણે (રહે ધુલે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવી આપનાર સંદીપ ઉર્ફે મુન્ના શરદ ઠાકરેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત એક ખાલી ટાંકી કિંમત રૂ. 3 હજાર, એક ખાટલો કિંમત રૂ. 500, મહિન્દ્રા કંપની પીકઅપ  વાન ગાડી કિંમત રૂ. 7.50 લાખ અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 8 લાખ 70 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાંથી બહારની પોલીસ દારૂ પકડાતાં સ્થાનિક પોલીસની કામગીરીના ધજાગરા ઊડ્યાં હતા.

Advertisement

संबंधित पोस्ट

યોગ ક્ષેત્રે રાભડા ( લાઠી ) ગામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગ કોચ જયદિપ ભાઈ ચૌહાણે ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું મેડલ પ્રાપ્ત કર્યો.

Shanti Shram

પાલ જૈન સંઘ, સુરતના આંગણે પૂજ્ય ગચ્છા. શ્રીના દીક્ષા પર્યાયના ૬૦ વર્ષની ઉજવણી કરાઇ.

Shanti Shram

જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ ના પર્વ ને લઈને રૂપાણી સરકારે લીધો આ મોટો નિર્ણય…

shantishramteam

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક

Shanti Shram

સુરત મધ્યે જૈન સમાજ દ્વારા અનુપ મંડળ સામે કાર્યવાહી માટે સી.આર.પાટીલ ને આવેદનપત્ર અપાયું.

Shanti Shram

હિંમતનગર ખાતે મંત્રીશ્રી ગજેંન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમયોજાયો

Shanti Shram