Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

પાટણમાં યુનિવર્સિટીની MA સેમ -1 માં સોફ્ટવેરની ભૂલે છાત્રોને નાપાસ થયાનો ખુલાસો

પાટણમાં યુનિવર્સિટીની MA સેમ -1 માં સોફ્ટવેરની ભૂલે છાત્રોને નાપાસ થયાનો ખુલાસો પાટણ માં યુનિવર્સિટી દ્વારા એમ . એ સેમ વનની ઓનલાઈન ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષાનું 16 જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સોફટવેરની ચકાસણીમાં ભૂલોના કારણે છાત્રો નાપાસ થયા હોવાની એક બાજુ એક ફરિયાદો મળી રહી છે . મંગળવારે વધુ એક સંલગ્ન મહેસાણાની ખેરાલુ અને હિંમતનગરની તલોદ કોલેજના છાત્રોએ બે વિષયમાં ચકાસણીમાં ભૂલ કરી અણધાર્યા ગુણ આપી નાપાસ કરાયા હોય ફરી ચકાસણી કરી પરિણામ જાહેર કરવામાં આવે તેવી પરીક્ષા નિયામકને આવેદન આપી રજૂઆત કરી હતી . મહેસાણાની ખેરાલુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા નિયામકને આપલા આવેદનેમાં જણાવ્યું કે MA સેમ 1 ના 101 વિષયમાં તેમજ હિંમતનગરની તલોદ કોલેજના છાત્રો દ્વારા MA સેમ 1 માં અર્થ શાસ્ત્ર વિષયમાં છાત્રોએ તમામ પ્રશ્નોના જવાબ સાચા લખ્યા હોવા છતાં ચકાસણીમાં ભૂલ કરી ફક્ત 5 , 7 , 9 જેવા એકી સંખ્યામા જ બધાને ગુણ આપી નાપાસ કરાયા હોય ફરીથી ચકાસણી કરી સુધારા સાથે પરિણામ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી . બંને કોલેજોમાં અંદાજે 70 થી 72 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે . હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પાલનપુરના 200 થી વધારે છાત્રોએ ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આપી હતી જેમનું 15 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . જેમાં પાલનપુરના 200 થી વધુ છાત્રોને સેમ 1 સીસી 101 પ્રશ્નપત્રમાં સમાન 12 ગુણ આપવામાં આવતા છાત્રોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો જેને લઇ સોમવારે છાત્રોએ હેમચંદ્રાચાર્યના યુનિવર્સિટીના વીસીને લેખિત રજૂઆત કરી ન્યાય આપવા માંગ કરી હતી . કુલપતિ ડૉ . જે . જે . વોરાએ જણાવ્યું હતું કે એમએ સેમ 1 ની પરીક્ષાના પરિણામમાં અલગ અલગ ભૂલો હોવાની રજુઆત મળી છે . તેમજ ક્યાંય છાત્રોએ ખોટા નંબર કે કોડ લખ્યાં છે . જેથી તમામ બાબતની યોગ્ય તપાસ કરી આ બાબતે શું કરી શકાય તે માટે એક્સપર્ટ ના અભિપ્રાય લઇ છાત્રોના હિતમાં નિર્ણય લેવામાં આવશે

Advertisement

संबंधित पोस्ट

આ રાજ્યમાં ખીલ્યું એવું ફૂલ જે માત્ર 12 વર્ષમાં એક જ વખત ખીલતું જોવા મળે છે…

shantishramteam

વડોદરા શહેર ના કમાટી બાગ ખાતે સામાજિક કાર્યકર્તા નિકિતા રાજપુત દ્વારા જરૂરિયાત મંદ બાળકોને વિતરણ કરાયું

Shanti Shram

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજના મેગા કેમ્પ અંતર્ગત ઝાયડસ ખાતેના વેક્સિન સેન્ટર પર લીધો પ્રિકોશન ડોઝ

Shanti Shram

ટ્રાફિક ના નિયમમાં મોટો ફેરફાર 2000 ના મેમા માટે તૈયાર રહો

Shanti Shram

દુર્લભ ફંગસ Candida Auris ના USમાં નવા કેસો સામે આવ્યા

shantishramteam

અમદાવાદ ના સો વર્ષ જૂના ગાર્ડનને 3 કરોડના ખર્ચે નવો Look મળશે

shantishramteam