Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

અમદાવાદની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 1 વીકમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવાના આદેશ સામે ડૉક્ટરો ખફા

અમદાવાદમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તમામ આઈસીયુ ગ્રાઉન્ટ ફ્લોર પર સિફ્ટ કરવા માટેનું સૂચન કરતી નોટીસ આપવામાં આવી છે. જેથી એક સપ્તાહમાં જ આ કામગિરી કરવા માટે કહેવામાં આવતા કેટલાક ડૉક્ટરો ખફા પણ છે. કેમ કે, સેફ્ટી, બીયુને લઈને કોર્પોરેશને ફટકાર લગાવ્યા બાદ હોસ્પિટલમાં કડકાઈ કરવામાં આવે તેવા સૂચન કરાયા છે. જેથી એક સપ્તાહમાં અમલ ના થતા આ મામલે કોર્ટને જાણ કરાશે. તેવું કહેવામાં આવ્યું છે.

પહેલા પ્રાઈવેટ હોસ્પેટલને આ સૂચન કરાયું હતું પરંતુ હવે સરકારી હોસ્પિટલોમાં પણ આ આદેશ અપાયો છે એસવીપીમાં 9માં અને 10માં માળે આઈસીયુ છે. હોસ્પિટલમાં કાચ દૂર કરવા અને આઈસીયુ ખસેડવા મામલે  પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે અમે આવું થશે તો પેશન્ટને એડમિટ નહીં કરીએ.

Advertisement

સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈસીયુ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. આ ઉપરાંત લગાવવામાં આવેલા કાચ કાઢી લેવાનો પણ કોઈ મતલબ નથી આ એક હાસ્યાસ્પદ નિર્ણય છે.  જેથી ડૉક્ટરો એવું પણ કહી રહ્યા છે કે, ગુજરાત હાઈકોર્ટ અને કોર્પોરેશન અને ફાયર વિભાગ આ મામલે ફરી વિચારણા કરી અમને સાંભળે. જો કે, હોસ્પિટલોની આ વાત સામે હજૂ સુધી ફાયર વિભાગે કોઈ સૂચના કોર્પોરેશન તરફથી આપી નથી.

Advertisement

संबंधित पोस्ट

પેન્શનરો જીવિત છે તે સ્થાપિત કરવા માટે ચહેરાની ઓળખ કરવામાં આવશે

Shanti Shram

આખરે શું લેવાયો નિર્ણય :ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને …

shantishramteam

બાળકના ઘરે કીટ લઈને પહોંચવા માટે પ્રાંત અધિકારીશ્રીએ પોતાનું વાહન આપ્યું

Shanti Shram

તું કરિયાવરમાં કંઈ લાવી નથી ભૂખની બારસ છો તેમ કહી પરીણીતા પર ત્રાસ ગુજારતા પતિ અને સાસુ

Shanti Shram

અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન

Shanti Shram

પૂ. ભક્તિ સૂરીશ્વરજી સમૂદાય ના નુતન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શાંતિચન્દ્ર સૂરિશ્વરજી મહારાજા

Shanti Shram