Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
કોરોના

પોરબંદર માં કોવીશિલ્ડનો જથ્થો ખલાસ થતા અનેક લોકો પરત : આજે જથ્થો ફાળવાય તેવી શક્યતા

પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો નો ઘસારો થયો છે . પરંતુ કોવીશિલ્ડ વેકસીનનો જથ્થો ખાલી થઇ જતા અનેક લોકો રસી લીધા વગર પરત ફર્યા હતા . આજે મંગળવારે તેનો જથ્થો આવે તેવી શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે . પોરબંદર માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .15 જુલાઇથી 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે . પ્રીકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો હોવાથી મોટી સંખ્યા માં લોકો વેક્સીન લઇ રહ્યા છે . જીલ્લા માં કુલ 437746 લોકો એ વેક્સીન ના બન્ને ડોઝ લઈ લીધા છે . જેમાંથી અત્યાર સુધીમાં કુલ 53735 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જ્યારે છેલ્લા ત્રણ દિવસ માં 18 થી 59 વર્ષની વય ધરાવતા 4850 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જો કે કોવીશિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયો છે . જેથી તેનો પ્રીકોશન ડોઝ લેવા આવનાર વેક્સીન લીધા વગર પરત ફરી કર્યા હતા . આરોગ્ય વિભાગના વર્તુળો એ આપેલ માહિતી મુજબ આજે સોમવારે 22 સ્થળે વેક્સીન આપવાની કામગીરી કરાઇ હતી . પરંતુ માત્ર માધવપુરના આરોગ્ય કેન્દ્ર માં અને વંદે ગુજરાત રથયાત્રા માં કોવીશિલ્ડ વેકસીનના ૧૦૦-૧૦૦ ડોઝ છે . બાકીના કેન્દ્ર ખાતે કોવી શિલ્ડ નથી . આજે મંગળવારે કોવીશિલ્ડ ની ફાળવણી થાય તેવી શક્યતા છે.

Advertisement

संबंधित पोस्ट

રોજો તોડી બચાવ્યો જીવ, ૨ મહિલા માટે કર્યું પ્લાઝ્મા ડોનેશન…

shantishramteam

જાણો આજથી ગુજરાત માં શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ!!!

shantishramteam

ગુજરાતમાં આજે થી ધોરણ 12ની શાળાઓ , કોલેજો માટેની 50% હાજરી સાથે ફરી ખુલી છે

shantishramteam

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ

Shanti Shram

Coronavirus સામે ભારત અને ભારતીયો હિંમત હારશે નહીં,PM મોદી- આપણે લડીશું અને જીતીશું

shantishramteam

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા.

Shanti Shram