Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

જૂલાઇ મહિનામાં ભૂલથી પણ અહિં ફરવાનો ના બનાવો પ્લાન, નહિં તો લેવાના દેવા થશે

વરસાદી માહોલમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. આ સિઝનમાં ફરવાની બહુ જ મજા આવે છે. વાતાવરણ એટલું મસ્ત હોય છે કે આપણે કુદરતના સાનિધ્યમાં ખોવાઇ જઇએ છીએ. એમાં પણ ખાસ કરીને જૂન અને જૂલાઇ મહિનામાં અનેક લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. અનેક લોકો એવી જગ્યાઓ વિચારે છે જે નજીક પડતી હોય અને ફરવા માટે પણ બેસ્ટ હોય. પરંતુ જો તમે જૂલાઇ મહિનામાં આ જગ્યાઓ પર ફરવાનું વિચારી રહ્યા છો તો તમે ભૂલથી પણ વિચારતા નહિં. મોનસુનમાં આ જગ્યા પર ફરવા જવું ખતરનાક સાબિત થઇ શકે છે, કારણકે અહિં વધુ પ્રમાણમાં પહાડો અને લેન્ડસ્લાઇડ્સ થવાનું જોખમ રહે છે. એવામાં તમે આ જગ્યાઓ પર જવાનું ટાળો. તો જાણો આ જગ્યાઓ વિશે…

આસામ

Advertisement

જૂલાઇ મહિનામાં અહિં વરસાદ વધારે હોવાને કારણે આસામમાં જવાથી તમને અનેક તકલીફો પડી શકે છે. વરસાદને કારણે અહિંયા અનેક જગ્યાઓ ટુરિસ્ટ માટે બંધ કરી દેવામાં આવે છે. એવામાં જુલાઇ મહિનામાં તમે અહિં ફરવાનો પ્લાન કરતા જ નહિં. અહિંયા ફરવા માટેનો સૌથી સારો મહિનો ઓગસ્ટ છે. આ દરમિયાન વરસાદ જવાનો સમય થઇ જાય છે.

હિમાચલ પ્રદેશ

Advertisement

અહિં પહાડોમાં મોનસૂન દરમિયાન લેન્ડસ્લાઇડ થવું એ સામાન્ય બાબત હોય છે. તેમ છતા પણ અનેક લોકો પહાડોમાં ફરવા માટેનો પ્લાન કરતા હોય છે. પહાડોમાં લેન્ડસ્લાઇડ દરમિયાન તમને જલદી કોઇની મદદ મળી શક્તી નથી અને તમે કોઇ એક જગ્યામાં કલાકોના કલાકો સુધી ફસાઇ શકો છો. જો તમે આ બધી બાબતોનું શિકાર બનવા ઇચ્છતા નથી તો તમે જુલાઇ મહિનામાં હિમાચલ પ્રદેશ જવાનું ટાળો.

ઋષિકેશ

Advertisement

દિલ્હી અને એની આસપાસના રાજ્યોમાં લોકોની પહેલી પસંદ ફરવા માટે ઋષિકેશ હોય છે. આ જગ્યા સૌથી મસ્ત છે, પરંતુ મોનસૂન દરમિયાન અહિંયા ફરવા જવાનો પ્લાન બિલકુલ પણ કરશો નહિં. વરસાદી ઋતુમાં અહિંયા વોટર એક્ટિવિટી બંધ થઇ જાય છે જેનો પણ તમે આનંદ લઇ શકશો નહિં.

Advertisement

संबंधित पोस्ट

૨૫૪ તાલિબાનોનાં મોત, 100થી વધુ ઘાયલ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈકથી

shantishramteam

તમને ખબર છે આ ભયંકર ગરમી માટે શું જવાબદાર છે?

Shanti Shram

સરકાર રાષ્ટ્રીય ડ્રોન નીતિનો મુસદ્દો જારી કરે છે

shantishramteam

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા. Chief Justice of Gujarat High Court

Shanti Shram

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Shanti Shram

દુનિયાના સૌથી મોંઘા ફળ, એક દાણા દ્રાક્ષની કિંમત 35 હજાર રૂપિયા

shantishramteam