Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

વંદે ગુજરાત વિકાસ યાત્રા ઉમરગામના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી, 132 લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

ઉમરગામના વલવાડા, મોહનગામ અને પુનાટ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના હસ્તે 132 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય વિતરણ કરવામાં આવી હતી. તેમજ 96 લોકોનું કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં તા. 5 જુલાઈથી ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા વલસાડ અને પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ફર્યા બાદ આજ રોજ ઉમરગામ તાલુકામાં આવી પહોંચી હતી. ઉમરગામના ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચેલા વિકાસ રથનું વલકાડા, મોહનગામ અને પુનાટ ગામ ખાતે ભાવભીનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને મહાનુભાવોના હસ્તે પુનાટના કાર્યક્રમમાં માનવ કલ્યાણ યોજના હેઠળ 1 સિલાઈ મશીન, વહાલી દીકરી યોજના હેઠળ 1 કીટ અને હુકમ, 2 પા પા પગલી કીટ, MMY હેઠળ 2 આહાર કીટ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 2 દિવ્યાંગ લાભાર્થીઓને ઓળખકાર્ડ અને બસ મુસાફરી કાર્ડ, શ્રમ અધિકાર હેઠળ 10 લઈ-શ્રમ કાર્ડ, 2 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, I-Khedut પોર્ટલ અંતર્ગત 5 મંજૂરીપત્ર અને સામજિક વનીકરણ વિભાગ દ્વારા 50 ખેડૂતોને ફળાઉ રોપા અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખશ્રીએ લીલીઝંડી બતાવી વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ પ્રસંગે વાપી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ, કારોબારી ચિંતનભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને સભ્યો તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, ખેતીવાડી સ્ટાફ, ડીજીવીસીએલ સ્ટાફ, ઉજ્જ્વલા યોજના, આરોગ્ય ખાતા તેમજ સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગમાંથી વિવિધ અધિકારીઓ તથા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

ગીરનાર પછી વધુ એક પર્વત પર બનશે રોપવે, જાણો કયા જાણીતા ડુંગર પર બનશે રોપવે?

shantishramteam

ચૂંટણીના પ્રચારનો દોર શરૂ, ભાજપ અગ્રણીઓનો વિધાનસભા વાઈઝ રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ

Shanti Shram

રાષ્ટ્રપતિ ટિપ્પણી વિવાદ: ભાજપે સોનિયા ગાંધીને ઘેરી ત્યારે વિરોધ પક્ષોની મહિલા બ્રિગેડ સોનિયા ગાંધીના સમર્થનમાં આવી

Shanti Shram

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી પ્રથમ છે અને આવનારા 30 વર્ષ સુધી ગુજરાત પ્રથમ જ રહેશે : અમિતભાઇ શાહ

Shanti Shram

સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની જાહેરાત, રક્ષાબંધને ડોક્ટરો-અધ્યાપકોને ભેટ…

shantishramteam

મોદી સરકાર ઓફિસરોના કામ પર ધ્યાન રાખશે

shantishramteam