Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા, દારૂબંધીની અમલવારી ?

મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા

 

Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા છે.

 

Advertisement

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી દેવાભાઇ જોરૂભાઇ માથાસુરીયા રંગપર ગામની સીમ મહાદેવ હોટલ પાસે જાહેરમાં પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

બીજા કિસ્સામાં માળીયામાં આરોપી જાવેદભાઇ ગુલામભાઇ જેડા જુના રેલ્વે સ્ટેશન રોડ વાડા વિસ્તાર પાસે પોતાના કબ્જામાંકેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૧૨ દેશી દારૂ  લી.૦૩  કિ.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

Advertisement

 

ત્રીજા કિસ્સામાં ટંકારામાં આરોપી રાહુલભાઇ જેન્તીભાઇ વિકાણી દ્વારકાધીશ સોસાયટી પાસે પોતાના કબજા મા એક કાપડની થેલીમા પ્લા.ની કૈફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ-૨૦ દેશી દારુ આશરે લીટર ૦૪ કિ.રૂ. ૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાં મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી જગદીશભાઇ વલ્લભભાઇ વાઘેલા સી.ટી.સ્ટેશન રોડ અમરસિંહજી હાઈસ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૪ કિં.રૂ.૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

Advertisement

 

આ ૪ કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

संबंधित पोस्ट

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું

Shanti Shram

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી

Shanti Shram

70 વર્ષની ઉંમરે મળ્યો સાચો પ્રેમ, લગ્ન કર્યા, હવે વૃદ્ધ મિયાં-બીવી રૂમ પણ નથી છોડતા

Shanti Shram

દીઓદર જૈન સંઘમાં પૂ.આ.યશોભદ્રસૂરી મ.સા.નો સંયમ અમૃતમહોત્સવ યોજાયો.

Shanti Shram

સુરત ઓમકાર સુરી આરાધના ભવન પાલ મધ્યે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

Shanti Shram

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો : 24 કલાકમાં 7000થી પણ વધારે કેસ

Shanti Shram