Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

કોણ છે આ વ્યક્તિ?? મેઘનાની આજુબાજુ ઘેરાયેલી નજરો એકીટશે જાણવા આતુર રહી કેમ કે જે આ વ્યક્તિ છે તેને મેઘા ભેટીને રડી પડી હતી…

પ્રેરણારૂપી પાત્ર સ્ટેજ પરથી ઉતરતા જ તાળીઓનો ગડગડાટ ને વિડીયો તેમજ ફોટોગ્રાફી માટે ઊભેલા લોકોની વચ્ચેથી ખુલ્લા વાળ, મોટો ગોળો ચાલ્લો ને સાદી પરંતુ મનમોહક ચાલ સાથે સાડીનું પલ્લુ સરખું કરતાં અને પાટલીઓ પકડી સ્ટેજના દાદર પરથી સહજતાથી નીચે ઉતારતા જ મેઘનાની આસપાસ ટોળું વળી ગયું.આ ટોળું હતું ઓટોગ્રાફ લેવા આવેલ મેઘનાની ચહિતી જનતાનું, આ ટોળુ હતું મેઘના સાથે સેલ્ફી અને હાથ મિલાવનારનું… મેમ.. સેલ્ફી… મેમ ફોટો.. મેમ વન પીક વિથ યુ… મેમ ઓટોગ્રાફ પ્લીઝ… સાથે સાથે મેમ પ્રાઉડ ઓફ યુ યુ… થૅન્ક યુ ના અઢળક સંવાદો મેઘનાના કાનમાં સંગીત જેવું કાર્ય કરી રહ્યા હોઠ પર હળવું સ્મિત ને લાલિમા સાથે જરાય અભિમાન વગર દરેક ને હાથ મિલાવી ફોટો પડાવી ઓટોગ્રાફ આપી રહી હતી. સ્ટેજ પર જેટલો સમય નહોતો લાગ્યો એટલો તેને આ પબ્લિક માટે સમય ફાળવી અને દિલથી તેમને ધન્યવાદ કરી આગળ વધી જ રહી હતી કે અચાનક એક વ્યક્તિએ મેઘના સામે હથેળી કરી ને બોલ્યો :”મેમ ઓટોગ્રાફ પ્લીઝ.. ” કરચલી વાળા હાથ જોઈ મેઘના એ તરત જ ઉપર જોયું.. અરે…! આ તો બીજુ કોઈ નહીં પરંતુ એ જ મહાન વ્યક્તિ જેણે મેઘનાને આ મુકામ સુધી લાવવામાં સૌથી વધુ સાથ આપ્યો ને સદાય આગળ વધવાની તાલીમ ને પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો.કોણ છે આ વ્યક્તિ?? મેઘનાની આજુબાજુ ઘેરાયેલી નજરો એકીટશે જાણવા આતુર રહી કેમ કે જે આ વ્યક્તિ છે તેને મેઘા ભેટીને રડી પડી હતી… પાંચ એક મિનિટ બાદ મેઘના :”ક્યાં હતા તમે કેટલાય સમયે બાદ તમે મારો કોઈ પ્રોગ્રામ એટેન કર્યો ગુરુજી”બે હાથ જોડી મેઘના વંદન કરી રહી… જીજ્ઞાશા પટેલ

Advertisement

संबंधित पोस्ट

સુરતમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો

Shanti Shram

પાલનપુર ખાતે રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો

Shanti Shram

કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી રોહિતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કારથી સન્માનિત કરાયાં

Shanti Shram

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાને પારદર્શી બનાવવા માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને સૌ જોઈ શકશે

Shanti Shram

બારડોલી સ્થિત R.N.G. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બારડોલી – નવસારી રોડ ખાતે એક દિવસીય ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ યોજાશે.

Shanti Shram

આણંદ માં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી કરાશે એનાયત

shantishramteam