Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પર્યાવરણ

આજે અમદાવાદ સહીત વિવિધ જિલ્લાઓમાં લો પ્રેશરના કારણે સાંજ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ

અમદાવાદ શહેરમાં આજે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર આગળ વધી રહ્યું છે ત્યારે હળવા ઝાપટા આજે સાંજ સુધીમાં પડી શકે છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ગરમી અને બફારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંય સામાન્ય છુટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રીય થયેલું લો પ્રેશર સોમવાાર બપોર સુધીમાં મધ્યપ્રદેશની આસપાસ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી તેના કારણે શહેરમાં વરસાદની શક્યતા છે.
જો કે, બીજી બાજુ અગાઉ પડેલા વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો પહોલાની સરખામણીએ થયો છે. ગઈ કાલે 32 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું પરંતુ ભેજવાળું વાતાવરણ પણ જોવા મળ્યું હતું તો બફારાનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે. અમદાવાદમાં આ લો પ્રેશરના કારણે 20 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ લો પ્રેસરની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા પણ છે. તેમજ વરસાદી ઝાપટાઓ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ પડી શકે છે. જો કે, રાજ્ય ભરમાં અત્યારે છુટા છવાયા વરસાદી ઝાપટા ચાલું જ છે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો 54 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે વધુ વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Shanti Shram

ખજોદના ડ્રિમસિટીમાં ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે.

Shanti Shram

ચોમાસાના વાદળોને બદલે સૂર્યપ્રકાશ ખિલતા તાપમાન બે ડિગ્રી વધી ગયુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું સિહોર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું

Shanti Shram

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ, કડકડતી ઠંડી સાથે બર્ફીલા પવન Cold Wave in Gujarat

Shanti Shram

નિવૃત્ત શિક્ષક રામભાઈ ચરણ 38 વર્ષથી વૃક્ષ ઉછેરવા અને પર્યાવરણ જાળવણી માટે નિયમીત કરે છે આ કામ

shantishramteam

તાપી જિલ્લામાં વ્યારાના પનિયારી ખાતે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિનથી મનરેગા યોજના હેઠળ વનીકરણ ઝુંબેશનો શુભારંભ

Shanti Shram