Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

ગૌધનને આશરો કોણ આપશે ! : લમ્પિ વાયરસના ભરડામાં આવેલા પશુધનની હાલત કફોડી બની : ગૌશાળા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવો જીવદયા પ્રેમીઓનો સુર

પોરબંદર શહેરમાં આમ તો વર્ષોથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાના સમયમાં પોરબંદર શહેરમાં રેઢિયાળ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે હાલ ચોમાસાના સમયમાં વાડી ખેતરોમાં મગફળી સહિતના પાકુનં વાવેતર થયું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના પશુઓ શહેર તરફ પ્રયાણ કરે છે. જેના કારણે હાલ પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ સહિતના વિસ્તારોમાં આ મુંગા અબોલ પશુઓ  પડાવ નાખીને બેઠા નજરે પડે છે. ક્યાંક સ્વાર્થ પણ કારણભૂત છે કારણ કે કેટલાક પશુમાલકી પોતાના પશુઓને પોતાનો સ્વાર્થ પુરો થયા બાદ રેઢા મુકી દે છે. અન્ય પશુઓ પણ શહેરમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને આખલાઓનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટ લઇ અને ઇજા પહોંચાડે છે અને આખલા યુદ્ધના દ્રશ્યો શહેરમાં સામાન્ય બની ગયા છે. પોરબંદર-છાંયા નગરપાલિકાના તંત્રને જ્યારે સુરાતન ચડે છે ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ કામગીરીમાં પણ ક્યાંક જીવદયા પ્રેમીઓનો બડાપો અવરોધરૂપ બનતો હોવાનું કહેવાય છે. જીવદયા પ્રેમીઓની લાગણી પણ ક્યાંક સાચી હોય તેવું લાગી રહ્યું છે. અંતે જવાબદારી તો પાલિકાની છે અને આ પશુઓને આશરો મળી રહે તે માટે ઓડદર ગૌશાળા ખાતે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પશુઓને આશરો આપવો પણ કઠીન બન્યો છે. ક્યાંક કેટલાક પશુપાલકોની બેદરકારી તો ક્યાંક નગરપાલિકાની ઉદાશીનતાને કારણે આ રેઢિયાળ પશુઓને આશરો કોણ આપશે તે પણ એક પેચીદો સવાલ છે. અંતે તો સહન શહેરીજનોને જ કરવાનું છે. રેઢિયાળ પશુઓના કારણે કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે તો કેટલાક લોકોન ઇજાગ્રસ્ત પણ બન્યા છે. એક તરફ લમ્પિ વાયરસના કારણે ગૌધન મોતને ભેટી રહ્યું છે તો બીજી તરફ તેમના આશરાને લઇને પણ મુશ્કેલી ઉભી થય છે. આનુ નિરાકરણ કોણ અને ક્યારે લાવશે તેવા સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યાં છે.

Advertisement

संबंधित पोस्ट

આ 1 કિલો શાકભાજીના ભાવમાં તમે ખરીદી શકો છો દોઢ તોલા સોનું, કિંમત જાણીને ચોંકી જશો!

shantishramteam

જવામર્દ ડીવાયએસપી એ. આર. ગોઢાણિયાનું હૃદયરોગના હૂમલાથી નિધન : મહેર સમાજનું મોતી ખોવાયું

Shanti Shram

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બાળમેળા પાછળ 30.78 લાખ ખર્ચ કર્યો

Shanti Shram

પાંચ થી ૧૩ વર્ષના 13 બાળકો સ્કેટિંગ કરીને છ કલાકમાં જુનાગઢ થી સોમનાથ પહોંચ્યા

Shanti Shram

ગુજરાતમાં લિક્વિડ બાયો ફર્ટિલાઇઝરની જબ્બર માંગ, ખેડૂતોના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો

shantishramteam

દુનિયામાં આ સમુદાય નાં લોકો જીવે છે સૌથી લાંબુ જીવન, જાણો કેટલા વર્ષ સુધીનું હોય છે સરેરાશ આયુષ્ય…

shantishramteam