Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ટેકનોલોજી બિઝનેસ

હવે દરેક ઇલેક્ટ્રોનિક આઇટમ પર લાગશે QR Code, સ્કેન કરીને પ્રોડક્ટ્સની તમામ જાણકારી મળશે

આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. તે ઉપરાંત હવે ક્યુઆર કોડના વધતી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને મોટા ભાગના સ્માર્ટફોનમાં પહેલાથી જ ક્યૂઆર કોડ એપ્લિકેશન આપવામાં આવે છે. જેવું તમે સ્કેન કરો છો તો તેના સંબંધિત દરેક જાણકારી અથવા તેની લિંક મોબાઇલ પર આવી જાય છે અને એ પ્રોડક્ટ્સ અંગેની દરેક માહિતી તમને પ્રાપ્ત થઇ જાય છે. કેન્દ્ર સરકારે તેને ધ્યાનમાં રાખીને લીગલ મેટ્રોલોજી (પેકેજમાં રાખેલી વસ્તુઓ સામાનો)ના નિયમ 2011માં ફેરફાર કર્યો છે.

QR કોડમાં દરેક જાણકારી ઉપલબ્ધ હશે

Advertisement

નવા નિયમ અનુસાર, હવે ટીવી, ફ્રિજ, ઓવન અને વીજળીથી સંચાલિત દરેક ઉપકરણોને લગતી જાણકારી તેના ડબ્બા પર એક સ્કેનની મદદથી જાણી શકાશે. આ પ્રોડક્ટ્ પર લાગેલા ક્યૂઆર કોડમાં પ્રોડક્ટ સંબંધિત દરેક જાણકારી ઉપલબ્ધ હશે. અત્યારે આ નિયમને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહકોને પ્રોડક્ટ્સના નિર્માણથી લઇને તેના ઉપયોગ સુધીની જાણકારી મળી શકશે. તે ઉપરાંત નિર્માતા અને પેકરને પણ એક સાથે દરેક જાણકારી મળી જશે.

મંત્રાલય દ્વારા નોટિફિકેશન જારી

Advertisement

આપને જણાવી દઇએ કે મંત્રાલયનો હેતુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને વધુ સરળ બનાવવાનો છે. મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હવે ક્યૂઆર કોડની મદદથી ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની જાણકારી મળી શકશે.

લીગલ મેટ્રોલોજીમાં 1 વર્ષની છૂટ

Advertisement

નવા નિયમોને લઇને જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ગ્રાહક મામલાનો વિભાગે લીગલ મેટ્રોલોજી માટે બીજુ સંશોધન કર્યું છે. તેમાં નિયમ 2022માં 1 વર્ષ સુધી તેમાં છૂટ આપવામાં આવી છે.

ક્યૂઆર કોડમાં શું હશે

Advertisement

ક્યૂઆર કોડની મદદથી તે પ્રોડક્ટને લગતી તમામ જાણકારી ડિજીટલ રીતે ખરીદદારને પ્રાપ્ત થઇ જશે. તેમાં મહત્વપૂર્ણ જાણકારીઓને પેકેજમાં લેબલ પર સારી રીતે ડિસ્પ્લે કરવામાં આવશે. અન્ય જાણકારી ક્યૂઆર કોડથી ગ્રાહકોને પૂરી પડાશે. તેમાં માત્ર ટેલિફોન નંબર અને ઇ-મેઇલને અલગ રાખવામાં આવ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

વિશ્વનો સૌથી મોટો IPO: જૈક માનાં એન્ટ ગૃપનું મૂલ્ય ઇજીપ્ત અને ફિનલેન્ડની જીડીપીથી પણ વધુ

Shanti Shram

બે મહિનામાં 13મી વખત CNGના ભાવમાં થયો વધારે, આ છે કારણ

Shanti Shram

અમદાવાદ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

Shanti Shram

Facebook, Apple, Google, Amazon પર આરોપ છે કે એકત્ર કરેલા ડેટાનો દુરુપયોગ કરે છે,જાણો

shantishramteam

કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઇ માટે દેશભરમાં એકજ યુનિફોર્મ ગ્રીન પાવર પોલિસી જાહેર, ઉદ્યોગકારોને વીજળી દર ઘટાડવામાં રાહત થશે

Shanti Shram

જાણો દુબઈ કોને અને શા માટે ગોલ્ડન વિઝા આપે છે? અને આ વિઝા મેળવવા માટે શું કરવું પડશે???

shantishramteam